દેશી દારૂના ના મુદ્દામાલ સહીત કુલ-૦૮ આરોપીઓ ઝડપાયા
નર્મદા જીલ્લામા ધમધમતી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓને નેસ્તો નાબૂદ કરવા અલગ અલગ જગ્યાએ રેડ કરી હતી. જેમાં પોલીસની રેડથી બુટલેગરોમા દોડધામમચી જવા પામી હતી. ત્રણ ઠેકાણે ચાલુ ભઠ્ઠી પકડી સ્થળ પર દેશી દારૂ ઝડપી તેનો નાશ કર્યો હતો.જેમાં દેશી દારૂના ના મુદ્દામાલ સહીતકુલ-૦૮ આરોપીઓ ઝડપાયા હતા.
નર્મદામા દારૂની બદી નેસ્તનાબુદકરવાના ઇરાદે અલગ અલગ જગ્યાએથી દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓના કેસો શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતા બુટલેગરોમાં ફફડાટફેલાયો છે. હિમકર સિંહ, પોલીસ અધિક્ષક, નર્મદાની સુચના હેઠળ નર્મદા જીલ્લાના તમામ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહીબીશનની બદીની નેસ્તનાબુદ કરવા સારૂ એક પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ હતું. જે સમગ્ર નર્મદા જીલ્લાની પ્રોહીબીશન ડ્રાઇવ પ્રોહીબીશનના-૨૪ કેસો શોધી કાઢવામાં આવેલ છે. જેમાં કુલ-૦૮ આરોપીઓને પકડવામાં આવેલ છે. જેમાં દેશી દારૂ ૧૩૩ લીટર, કિંમત રૂપિયા ૨,૦૦૦/- તથા વોશ ૧૫૨૪૦ લીટર, કિંમત રૂપિયા ૩૦,૪૮૦/- તેમજ વિદેશી દારૂની બોટલ નંગ ૩૪, કિંમત રૂપિયા ૫,૬૦૦/- મળી કુલ કિંમત રૂપિયા ૩૮,૬૪૦/- નો પ્રોહી. નો મુદ્દામાલ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા