Satya Tv News

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, જમ્મુ-કશ્મીરમાં અલચી (લેહ) થી 186 કિમી દૂર ઉત્તરમાં આજે સવારનાં 7:29 કલાકે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેનાં લીધે આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર ભારતમાં અવારનવાર આ રીતે ભૂકંપના આંચકાઓ અનુભવાતા રહે છે. ત્યારે આજે ફરી 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવતા ઉત્તર ભારત એટલે કે જમ્મુ-કશ્મીરની ધરા ધ્રુજી ઉઠી છે. લેહથી 186 કિમી દૂર ઉત્તરમાં સવારનાં 7:29 કલાકે આ આંચકા અનુભવાયા હતાં.

અહીં સોમવારે પણ 12:14 વાગ્યે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતાં. જેમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.5 નોંધાઇ હતી. મંડીની સાથે તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર જમીનની નીચે 5 કિમી ઊંડે હતું. આ ભૂકંપ પહેલાં શુક્રવારે ગુજરાતના દ્વારકા નજીક પણ 5.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યાં ભૂકંપનું કેન્દ્ર ગુજરાતના દ્વારકાથી 556 કિમી પશ્ચિમમાં હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર બપોરે 12.37 કલાકે સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો.

error: