કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષના ભાઈ તિમિર નાયક વિરૂદ્ધ સુરત જિલ્લા કલકેટરને સ્થાનિકો દ્વારા અશાંતધારાનો ખુલ્લે આમ ભંગ કરીને સુરતના સોનિફળિયા વિસ્તારમાં આવેલી 40 દુકાનો ભાડે-વેચાણ અને કબજા રસીદથી આપ્યા હોવાની ફરિયાદ કરવામાં કરવામાં આવી છે.
સ્થાનિકોએ કલકેટર સમક્ષ અરજી કરીને ફરિયાદ કરી હતી કે, કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષના ભાઈ તિમિર નાયકે સુરતના સોનિફળીયા વિસ્તારમાં આવેલી 40 જેટલી દુકાનો ભાડે-વેચાણ અને કબજા રસીદ હેઠળ લોકોને આપી છે. જો આ મામલે કલકેટર દ્વારા કોઈ પગલા લેવામાં નહી આવેતો આ વિસ્તારમાં રહેતા સ્થાનિકો સામૂહિક હિજરત કરવામાં આવશે