Satya Tv News

જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાના અધ્યક્ષસ્થાને દેડીયાપાડાના જામલી ગામે યોજાયેલી તાલુકાકક્ષાની પશુપાલન તાલીમ શિબીરને દિપ પ્રાગટ્ય દ્વારા ખૂલ્લી મુકાઇ હતી.

        જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાએ પ્રસંગોચિત્ત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે,  સરકારની અનેકવિધ યોજનાઓના લાભો લઇને અંતરિયાળ અને દૂર્ગમ વિસ્તારના લોકો પગભર બન્યાં છે. ત્યારે પશુપાલન વિભાગની આ એક આગવી પહેલ દ્વારા દેડીયાપાડા અને સાગબારા જેવા અંતરિયાળ વિસ્તારના લોકો પશુપાલનના વ્યવસાય સાથે વધુ સંકળાય અને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન ક્ષેત્રે વધુ વિકાસ સાધવાની હિમાયત કરી હતી. વધુમાં તેમણે કહ્યુંહતું કે, પશુપાલનમાં ઓછા ખર્ચે વધુ નફો મળી રહેવાની સાથે બાળકોને પૂરંતા પ્રમાણમાં પૌષ્ટીક આહાર ઉપરાંત દુધ પણ મળી રહેવાથી જિલ્લામાં કુપોષણને દૂર કરવામાં સફળતા સાંપડશે તેવો દ્રષ્ઢ વિશ્વાસ  વ્યક્ત કર્યો હતો. 

     અત્રે એ ઉલ્લેખનિય છે કે, ઉક્ત પશુપાલન શિબીરમાં દેડીયાપાડાના  હરીપુરા, જામની, કાકરપાડા, મોટી કાલ્બી, સામરપાડા (સિદ્દી), ગંગાપુર અને આંબાવાડી સહિતના પશુપાલકોએ એક દિવસીય શિબીરમાં ભાગ લઇને સરકારની પશુપાલનક્ષેત્રની વિવિધ યોજનાઓની વિસ્તૃત જાણકારી મેળવી હતી. આ પ્રસંગે દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક પી.ડી.વર્મા, નાયબ પશુપાલન  (ICDP) નિયામક ડૉ.જે.વી.વસાવા, પશુવૈજ્ઞાનિક  ડૉ. ધર્મેશભાઇએ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતો.

વિડીયો જર્નાલિસ્ટ જ્યોતિ જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: