Satya Tv News

ગુજરાતના રાજકારણમાં ખળભળાટ મચાવતા સમાચાર સામે આવી રહ્યા છે. પાટીદાર આગેવાન કોંગ્રેસમાં જોડાઇ શકે છે અને કોંગ્રેસનો તે મુખ્યમંત્રી પદનો ચહેરો હોવાની પણ ચર્ચા છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં નરેશ પટેલ કોંગ્રેસનો CM પદનો ચહેરો હશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સમગ્ર ઓપરેશન પાર પાડ્યુ છે.

થોડા દિવસ પહેલા જ એવા સમાચાર આવ્યા હતા કે પ્રશાંત કિશોરને ગુજરાતમાં કોંગ્રેસનું કેમ્પેન કરવાની ઈચ્છા છે. તેમણે રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે બેઠક પણ કરી હતી ત્યારે કોંગ્રેસમાં એક બાદ એક અનેક બેઠકો બાદ આખરે રાહુલ ગાંધીએ PKને ગુજરાત પ્રચારની કમાન સોંપવાનો નિર્ણય ફાઇનલ કર્યો હોવાનું સૂત્ર તરફથી સામે આવી રહ્યું છે. ખાસ વાત છે કે PKની ગુજરાત કોંગ્રેસમાં એન્ટ્રીથી નરેશ પટેલ પણ કોંગ્રેસમાં જ જશે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે.

નોંધનીય છે કે નરેશ પટેલ અને પ્રશાંત કિશોર વચ્ચે પહેલા પણ મુલાકાત થઈ ચૂકી છે અને નરેશ પટેલે કોંગ્રેસ સામે પણ પાર્ટીમાં જોડાવવા માટે શરત મૂકી હતી કે જો PKને પ્રચાર સોંપવામાં આવે તો જ તેઓ કોંગ્રેસમાં આવશે. એવામાં આ શરત હવે રાહુલ ગાંધી પૂરી કરવા જઈ રહ્યા છે.

error: