આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ અને 71 પેઢીનો મોક્ષ મળે છે
21કિમિની પરિક્રમા 31દિવસ સુધી ચાલશે
કોરોનાને કારણે બે વર્ષથી બંધ રહેલી પરિક્રમા ફરીથી શરૂ થતાં ભક્તોમા આનંદ
કોરોના સંકટ ના બે વર્ષ બાદ આજથી નર્મદા જિલ્લામાં આવેલ એક માત્ર પંચકોશી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા નો પ્રારંભ થયો હતો. જેમાં મોટી સંખ્યામા ભક્તોએ પંચકોસી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમામા નર્મદા પુત્ર સાંવરિયા મહારાજ અને તેમની સાથે ના ભક્તોએ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ પૂર્વક પ્રારંભ કર્યો હતો. આ અંગે સૌથી વધુ નર્મદા પરિક્રમા કરવાનો વિક્રમ ધરાવનાર નર્મદા પુત્ર સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર આ પરિક્રમાનો પ્રારંભ 31 માર્ચ 2022ફાગણ વદ અમાસ થી શરૂથઈ છે અને તેની પૂર્ણાહુતી 30 એપ્રિલ 2022ચૈત્ર વદ અમાસ ના રોજ પૂર્ણ થશે
પરિક્રમાનો પ્રારંભ રામપુરા (રાજપીપળા નર્મદા કિનારો) થી શરૂ થયો છે અને કીડી મકોડી ઘાટ -દન્ડી સ્વામી યોગાનંદ તીર્થાશ્રમ, ઉતરેશ્વર મહાદેવ પૂજન પ્રારંભ સવારે ૪ કલાકે, ધનેશ્વર મહાદેવ,મંગલેશ્વર મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, થઈને સમસ્ત માંગરોલ ગ્રામ દ્વારા પરિક્રમાવાસીઓનું સ્વાગત કરાશે.ત્યાંથી અવધૂત આશ્રમ-તપોવન આશ્રમ, ગોપાલેશ્વર મહાદેવ, રામાનંદ આશ્રમ, સીતારામ બાપા આશ્રમથી વાવડીમાં વાવો રસ્તો છે.ત્યાંથી નાવડીથીતિલકવાડા-મણીનાગેશ્વર -કપિલેશ્વર મહાદેવ, ગ્રામ-વાસન રેંગણ, કામનાથ મહાદેવ મંદિરથી નાવડીમાં બેસીને નર્મદાજી પાર કરવાની રહેશે.ત્યાંથી સીડી મકોડી રસ્તાન-ઘર્મેશ્વર મહાદેવ, ભીમાશંકર મહાદેવ તીર્થ આશ્રમ, પાંડવ ગુફા, રણછોડજી મંદિરે પહોંચશે. પગપાળા પરિક્રમા દરરોજ સવારે 4 વાગ્યાથી શરૂ થશે જ્યારે દરરોજ બપોરે ર કલાકે મોટર કાર દ્વારા પરિક્રમા શરૂ થશે. આ પરિક્રમાના મુખ્ય આયોજક નર્મદાપુત્ર સાવરિયા મહારાજ છે જેઓ વધુ મા વધુ લોકો પરિક્રમાં કરે તે માટે ગામે ગામ પત્રિકા વહેંચી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે
ચૈત્ર માસમા નર્મદા પરિક્રમાનુ વિશેષ ધાર્મિક મહત્વ છે .ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની નર્મદા વહે છે ,હાલ નર્મદા જિલ્લાના માંગરોલ નર્મદા તટે થી પંચકોષી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમાનો પ્રારમ્ભ થાય છે .આ પરિક્રમા 3 વાર કરવાથી 3750 કી.મીટર પગપાળા પરિક્રમા કરવાનુ ફળ મલે છે અને 71 પેઢીનો મોક્ષ મળે છે .
જેના દર્શન માત્ર થઈ પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તર વાહિની ગુજરાતમા નર્મદા જીલ્લામા આવેલી છે .હાલ ચૈત્ર માસમા દૂર દૂર થી મોટી સંખ્યા મા સાધુ સંતો મહંતો ,ભક્તો , શ્રધ્ધાળુંઓ, પરિક્રમા વાસીઓ માત્ર એક દિવસીય 21કી .મીટર ની પંચકોષી ઉત્તરવાહિની ની પરિક્રમા કરી રહ્યા છે
.
સૌથી વધુ વાર મોટર માર્ગે 127 વાર ,પગપાળા 7 વાર ,અને ઉત્તર વાહિની 522 વાર નર્મદાની પરિક્રમા કરી ચૂક્નાર અને નર્મદા પુત્ર સાવરીયા મહારાજ ની આગેવાની હેઠળ અત્યાર સુધીમાં 4 લાખ થી વધુ લોકોને નર્મદા પરિક્રમા કરી કરાવી ચુક્યા છે. જે પણ એક નવો વિક્રમ છે.
સાવરીયા મહારાજના જણાવ્યા અનુસાર નર્મદાની પરિક્રમા રાજા બલીરાજાના વખત થી થતી હતી જે આજે પણ પરંપરાગત ચાલે છે.ગુજરાતમા એક માત્ર ઉત્તર વાહિની આવેલી છે જ્યારે મધ્ય પ્રદેશ મા 9 ઉત્તર વાહિની આવેલી છે.નાંદોદ તાલુકાના માંગરોલ ,રામપુરા ,ગુવાર , તિલકવાડા સુધી વિસ્તરેલી 21 કીમીની પરિક્રમા નાવડી માર્ગે તેમજ પગપાળા પરિક્રમા કરે છે.એમ કહેવાય છે કે નર્મદા મા અસ્થિઓ પધરાવવા થી અસ્થિ શિવલિંગ બની જાય છે ,દરેક મનુષ્યનુ એક વાર નર્મદા પરિક્રમાનુ સ્વપ્ન અવશ્ય હોવાથી હાલ ચૈત્ર માસમા હજારોની સંખ્યા મા ભક્તો નર્મદા ની પરિક્રમા કરી ધન્યતા અનુભવે છે.અહી નર્મદા સ્નાન નુ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તો નર્મદા સ્નાન કરી ,દિવડા તરાવી ,નર્મદા પૂજન કરી, નર્મદા અષ્ટકમના પાઠ કરી પરિક્રમા નો પ્રારંભ કરે છે.
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા