Satya Tv News

શનિવારની રાત એટલે કે 2 એપ્રિલ 2022ના રોજ સાંજે મહારાષ્ટ્રના ચંદ્રપુરના આકાશમાં આગના ગોળા નજરે પડ્યા. પહેલા તો લોકોને લાગ્યું કે આ કોઈ ઉલ્કાપિંડ છે પરંતુ સવારે જ્યારે ગ્રામજનોએ ધાતુઓના કેટલાક અજાણ્યા ઉપકરણ અને તૂટેલા ટુકડા જોયા તો ખબર પડી કે આ તો કોઈ રોકેટનો હિસ્સો છે. આ હિસ્સામાં 10 ફુટ વ્યાસની ગોળાઈનો એક ધાતુની વિટી અને બોલ આકારનું યંત્ર મળ્યું છે. તે લોખંડના છે. શનિવારે સાંજે લગભગ 7 વાગ્યા બાદ આકાશમાં ઉલ્કાપિંડ જેવા આગના ગોળા જમીન તરફ ઝડપથી આવતા નજરે પડ્યા. આ નજારો મહારાષ્ટ્રના ઘણા જિલ્લામાં નજરે પડ્યો.

આકાશમાંથી આવેલો આ સળગતો ગોળો શનિવારે રાતે લગભગ 8 વાગ્યે મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના સિંદેવાહી તાલુકાના લાડબોરી ગામમાં પડ્યો હતો. સવારે જ્યારે તેની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તે લોખંડનો ગોળો 10 ફુટ વ્યાસનો છે. ગોળાના કિનારે મોટાઈ 8-10 ઇંચ છે. વજન લગભગ 40 કિલોગ્રામ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રિંગ અલગ અલગ ધાતુથી બનાવવામાં આવી છે. આ રિંગ સાથે ગ્રામજનોને એક બોલ આકારનું લોખંડનું મોટું યંત્ર મળ્યું છે.

પ્રશાસન એ તપાસ કરી રહ્યું છે કે આ કઈ વસ્તુ છે. તે ક્યાંથી આવ્યું છે. સ્થાનિક લોકો અલગ અલગ પ્રકારની અટકળો લગાવી રહ્યા છે. ચંદ્રપુર સ્કાઇ ગૃપના અધ્યક્ષ પ્રોફેસર સુરેશ ચોપેને જણાવ્યું કે શનિવારે સાંજે 6.11 વાગ્યે ન્યૂઝીલેન્ડના માહિયા દ્વિપથી રોકેટ લેબ કંપની દ્વારા ઇલેક્ટ્રોન રોકેટ લોન્ચ કરવામાં આવ્યો હતો. આ રોકેટમાં બ્લેકસ્કાઇ ઇનકોર્પોરેશનનું સેટેલાઇટ લાગ્યું હતું જેને ધરતીની નીચેની કક્ષા એટલે કે 430 કિલોમીટર ઉપર છોડવામાં આવ્યું હતું.

પ્રોફેસર સુરેશ ચોપેનના જણાવ્યા મુજબ આ રિંગ રોકેટના કોઈ સ્ટેજનો હિસ્સો છે જ્યારે ગોળાકાર યાત્રા કોઈ બુસ્ટરનો હિસ્સો હોય શકે છે. વાયુમંડળમાં આવ્યા બાદ આ હિસ્સો સળગતા ચંદ્રપુરના લાડબેરી ગામમાં પડી ગયો. પડવાથી તે સળગી પણ ગયો અને તેમાંથી કેટલીક જગ્યાએ તૂટવાના નિશાન પણ છે. ગયા વર્ષે પણ ચીનનું અનિયંત્રિત રોકેટ ન્યૂઝીલેન્ડ પાસે સમુદ્રમાં પડ્યું હતું. જેનો ઇન્ટરનેશનલ સ્તર પર ખૂબ વિરોધ થયો હતો.

ચંદ્રપુરમાં પડેલા ધાતુનું યંત્ર ઇલેક્ટ્રોન રોકેટનો હિસ્સો છે કે નહીં એ તો તપાસનો વિષય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં આકાશમાં રોકેટ અને સેટલાઇટ્સના ઘણા હિસ્સા મોટા ભાગે ધરતી પર પડતા નજરે પડ્યા છે.

error: