Satya Tv News

બજારમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ 200 રૂપિયાથી લઈને 220 રૂપિયે ચાલી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં લીંબુનો ભાવ વધી શકે તેવી શક્યતાઓ છે.

લીંબુના એક વેપારીએ જણાવ્યું કે વડોદરામાં જથ્થાબંધ બજારમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ 150 રૂપિયાથી લઈને 170 રૂપિયામાં વેચાઇ રહ્યા છે. જ્યારે છૂટક બજારમાં પ્રતિ કિલો લીંબુ 200 રૂપિયાથી લઈને 220 રૂપિયામાં વેચાઈ રહ્યા છે.અત્યાર સુધીમાં પ્રતિ કિલો લીંબુનો ભાવ 80 રૂપિયાથી લઈને 100 રૂપિયા ચાલી રહ્યો હતો. પરંતુ લીંબુની આવક બંધ થઇ જતાં મદ્રાસી લીંબુની આવક કરવી પડે છે.

error: