ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત નેશનલ યો યુનિવર્સિટીમાં 35 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ એક પછી એક કોરોનાની ઝપટે ચડતા આરોગ્યતંત્ર દોડતું થયું હતું. આજે આરોગ્યની ટીમ દ્વારા યુનિવર્સિટીમાં રહેલા વિદ્યાર્થીઓ પૈકી જેને શરદી, ખાંસીને તાવની સમસ્યા હોય તેવા વિદ્યાર્થીઓની તપાસ કરતા મોટા પ્રમાણમાં કોરોનાગ્રસ્ત વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના કેસો નહીવત્ત નોંધાઇ રહ્યા છે. ગાંધીનગરના રાયસણ ખાતે આવેલી ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં એકા એક કોરોના વિસ્ફોટ થતાં. આરોગ્યતંત્ર દોડતું થયું છે. આરોગ્યશાખા દ્વારા આ યુનિવર્સિટીની બંન્ને હોસ્ટેલોને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર નેશનલ લો યુનિવર્સિટી જાણે કે કોરોના હોસ્પિટલમાં પરિવર્તિત થઇ ચુકી છે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં હાલ આશરે 1000 થી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. જે પૈકી છેલ્લા બે દિવસોમાં 35 વિદ્યાર્થીઓ કોરોનાની ચપેટમાં આવી ગયાં છે. તો વળી આ આંકડો હજી પણ વધી શકે છે.મહત્વનું છે કે, વિદ્યાર્થીઓને છેલ્લા 4 દિવસથી શરદી ખાંસી અને તાવ આવી રહ્યો હતો. જે પૈકી એક વિદ્યાર્થીની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટી દ્વારા તત્કાલ અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટ કરાવાતા આંકડો આવ્યો તે જોઇને આરોગ્ય તંત્ર ચોંકી ઉઠ્યું હતું.
બીજી તરફ ગુજરાતમાં કોરોનાના XE વેરિએન્ટની એન્ટ્રી થઇ ગઇ હોવાના ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. વડોદરાના ગોત્રીના એક શખ્સના 13 માર્ચે સેમ્પલ લેવાયા હતા.આ શખ્સના સેમ્પલમાં કોરોનાના નવા વેરિએન્ટ XEના લક્ષ્ણો જોવા મળ્યા છે.તંત્ર દ્વારા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે.મહત્વપૂર્ણ છે કે સરકાર દ્વારા ગુજરાતમાં XE વેરિએન્ટ મુદ્દે હજુ સુધી કોઇ પુષ્ટિ કરવામાં નથી આવી.