Satya Tv News

વડોદરામાં પવિત્ર સંબધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના રામપુરા ગામની સીમમાં 22 વર્ષના પિતરાઈ ભાઈએ મહુડાના ફૂલ વીણિ રહેલી 7 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપીને ખેતરમાં લઇ જઇને કૃત્ય આચર્યું હતું. બાળકીની માતાએ જવાહનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી લીધો હતો. હાલ આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, પરમદિવસે રાત્રે 10 વાગ્યા આસપાસ 7 વર્ષની બાળકીને તેના પિતરાઈ ભાઈએ ચાલ તને ચોકલેટ અપાવું. તેવું કહીને અંધારામાં ઘર નજીક આવેલી જગ્યામાં પાર્ક કરેલા ટ્રેક્ટરની પાછળ લઇ ગયો હતો, જ્યાં તેમણે કૃત્ય આચર્યું હતું. બાદમાં આ ઘટનાની જાણ બાળકીની માતા અને પિતાને થઇ હતી. બાદમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.એક ઘટના વડોદરામાં તો બીજી અમદાવાદના ઇસનપુરમાં બની છે. અમદાવાદમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યું હતું. તો ત્રીજી ઘટના સિદ્ધપુરના એક ગામની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી લઈ જઈ એક ઇસમે દુષ્કર્મ આચર્યું હતું.

error: