વિધાનસભા ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે એક તરફ પાટીદાર આગેવાન નરેશ પટેલને રાજકારણમાં લાવી પોતાની પાર્ટીમાં જોડવા કોંગ્રેસ અને AAP એડીચોટીનું જોર લગાવી રહી છે તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના આદિવાસી મતો પર પ્રભુત્વ ધરાવતા BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવાના સમર્થન માટે કોંગ્રસ અને આપ બંધ બારણે ખેલ પાડી રહી છે.નરેશ પટેલની જેમ વધુ એક દિગ્ગજ નેતાનું અંડર ટેબલ ઓપરેશન થઈ રહ્યું છે. ગુજરાતના મોટા આદિવાસી નેતા અને BTP પાર્ટીના અધ્યક્ષ છોટુ વસાવા અરવિંદ કેજરીવાલને મળ્યા છે.
ગુજરાતના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહ્યા છે. BTPના છોટુ વસાવાએ અરવિંદ કેજરીવાલ સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે. આ બેઠકને વિશેષજ્ઞો અલગ રીતે જોઈ રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં AAP અને BTP ગઠબંધન થવા જઈ રહ્યું હોવાની વાતો પણ વહેતી થઈ છે.જેનો સૌથી મોટો ફટકો કોંગ્રેસને પડે તેમ છે.
માર્ચ મહિનામ દિગ્ગજ આદિવાસી નેતાને પોતાની પાર્ટીમાં સત્કારવા માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ નેતાનો સંપર્ક કર્યો હતો.BTP પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓએ બંધ બારણે બેઠક યોજી હતી.