Satya Tv News

આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓફિસ અને ભારતીય હવામાન વિભાગના એકાઉન્ટ હેક થયા હતા

હેકર્સ ભારતની જાણીતી સંસ્થા, સરકારી વેબસાઈટના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને પોતાનું નિશાન બનાવી રહ્યા છે. વિશ્વ વિદ્યાલય અનુદાન આયોગ (UGC) ઈન્ડિયાનું સત્તાવાર એકાઉન્ટ રવિવારે સવારે હેકર્સ દ્વારા હેક કરી લેવામાં આવ્યું છે. માત્ર 2 દિવસમાં આ દેશનું ત્રીજુ મુખ્ય એકાઉન્ટ છે જેને હેકર્સે પોતાના નિશાન પર લીધું છે.

હેકરે UGCના સત્તાવાર ટ્વીટર એકાઉન્ટને હેક કરીને ઘણા ટ્વીટ કર્યા છે. તેની સાથે જ UGCની પ્રોફાઈલ ફોટો ચેન્જ કરીને એક કાર્ટૂન લગાવ્યું છે. હેકર્સે સેંકડો ટ્વીટર યૂઝર્સને ટેગ કરીને એક બાદ એક ઘણા ટ્વીટ કર્યા હતા.

એકાઉન્ટ હેક કરનારે એકાઉન્ટ પર એક ટ્વીટ પિન કર્યું છે જેમાં લખ્યું છે- Beanz સત્તાવાર સંગ્રહના પ્રકટ થવા પર ઉપલક્ષ્યમાં અમે આગામી 24 કલાક માટે જૂથના તમામ સક્રીય એનએફટી વેપારીઓ માટે એક એરડ્રોપ ખોલ્યું છે. પોતાના Beanzનો દાવો કરો. ગાર્ડનમાં તમારું સ્વાગત છે.

આ અગાઉ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ઓફિસ અને ભારતીય હવામાન વિભાગના એકાઉન્ટ હેક થયા હતા. યુપીના મુખ્યમંત્રી ઓફિસનું એકાઉન્ટ લગભગ 29 મિનિટ સુધી હેક રહ્યું હતું. આ દરમિયાન હેકર્સે એકાઉન્ટના ઘણા ટ્વીટ ડિલીટ કરી દીધા હતા. બાદમાં એકાઉન્ટ રિકવર કરવામાં આવ્યું હતું.

આ અગાઉ શનિવારે હવામાન વિભાગનું ટ્વીટર હેન્ડલ રીસ્ટોર કરી લેવામાં આવ્યું હતું. તેને લગભગ 2 કલાકથી વધારે સમય માટે હેકર્સે હેક કરી લીધું હતું. હેક કર્યા પછી હેકર્સે તેના પર NFT ટ્રેડિંગ શરૂ કરી દીધી હતી.

તેની સાથે જ એનએફટી ટ્રેન્ડિંગને લઈને મેસેજ પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેનો પ્રોફાઈલ ફોટો બદલી દેવામાં આવ્યો હતો પરંતુ પછી તે બ્લેન્ક થઈ ગયો હતો.

error: