Satya Tv News

બાળક દત્તક લેવાની પ્રક્રિયા સરળ બનાવાની માગ પર સુપ્રીમ કોર્ટે નોટિસ જાહેર કરી છે. અરજીકર્તાનું કહેવુ છે કે દેશમાં લગભગ 3 કરોડ અનાથ બાળકો છે અને કરોડો નિસંતાન દંપત્તિ છે. પણ કાયદાની ગૂંચવળના કારણે દર વર્ષે ફક્ત 4000 બાળકોને જ દત્તક લેવામાં આવે છે.

આ મામલામાં અરજી દાખલ કરનારી સંસ્થા ટેમ્પલ ઓફ હીલિંગ તરફથી તેમના સચિવ પીયૂષ સક્સેનાએ કોર્ટમાં પક્ષ રાખ્યો હતો. તેમનું કહેવુ હતું કે, ઘણા લોકો છે જે અશિક્ષિત છે અથવા તો ઓછુ ભણેલા છે. દેશમાં દત્તક લેવાના નિયમો એટલા જટિલ છે કે લોકો તેને સમજી શકતા નથી. જો કોઈ પોતાના નજીકના સંબંધીનું બાળક દત્તક લેવા માગે તો તેમા પણ કેટલીય અડચણો આવે છે.

સક્સેનાએ આગળ કહ્યું કે, ભારતમાં દત્તક લેવાની પ્રક્રિયા CARA (Central Adoption Resource Authority) દ્વારા થાય છે. આ કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય અંતર્ગત આવે છે. જ્યારે આવા મામલામાં હિન્દુ દત્તક તથા ભરણ પોષણ અધિનિયમ (Hindu Adoptions and Maintainance Act, 1956) લાગૂ થાય છે. આ કાયદાને સરળ બનાવવા માટે કેન્દ્રીય વિધિ અને ન્યાય મંત્રાલય અંતર્ગત છે. એટલા માટે કોર્ટ કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરે.

આ મામલાની સુનાવણી કરતા ડી વાઈ ચંદ્રચૂડ અને સૂર્યકાંતની બેંચે આશંકા જતાવી હતી કે, નિયમોમાં ઢીલ આપવાથી નુકસાન થઈ શકે છે. તેનો જવાબ આપતા અરજીકર્તાએ કહ્યું કે, બાળકો દત્તક લેવામાં અમુક ઘટના ખોટી નિકળે તેના માટે થઈને દર લોકો પર શંકા કરવી યોગ્ય નથી. મોટા ભાગના લોકો ઈમાનદાર અને કર્તવ્ય નિભાવનારા હોય છે. લાખો બેસહારા માતાઓની પીડાને સમજવી જોઈએ. પ્રક્રિયા સરળ બનાવી બાળકો અને નિસંતાન લોકોના હિતમાં છે.

સુનાવણી દરમિયાન જજોએ અરજીકર્તાને કોર્પોરેટ સેક્ટર સાથે જોડાયેલ હોવા પર સવાલ ઉઠાવ્યો હતો. તેનો જવાબ આપતા પીયુષ સક્સેનાએ જણાવ્યું હતું કે, તે મુકેશ અંબાણીની રિલાયંસ ઈંડસ્ટ્રીઝમાં મોટા પદ પર કામ કરે છે. પણ તેમની સંસ્થા ટેમ્પલ ઓફ હિલીંગને તેની સાથે કોઈ સંબંધ નથી. આ સંસ્થા લોકોને નિશુલ્ક પ્રાકૃતિક ચિકિત્સ પુરી પાડી છે. જજોએ થોડી વાર સુનાવણી કર્યા બાદ આ મામલા પર નોટિસ જાહેર કરી છે.

error: