Satya Tv News

આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. આ કારણે અત્યાર સુધીમાં ત્યાં ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓ સર્વ દર્શન ટિકિટ લેવા પહોંચ્યા હતા. જેના કારણે ટિકિટ કાઉન્ટર પર ભારે ભીડ ભેગી થઈ હતી.

હૈદરાબાદ: આંધ્ર પ્રદેશ સ્થિત તિરુમાલા વેંકટેશ્વર (તિરુપતિ બાલાજી) મંદિરમાં આજે શ્રદ્ધાળુઓની ભારે ભીડના કારણે ભાગદોડ જેવી સ્થિતિ પેદા થઈ ગઈ. આ કારણે અત્યાર સુધીમાં ત્યાં ત્રણ લોકો ઘાયલ થયાના સમાચાર છે. મળતી માહિતી મુજબ શ્રદ્ધાળુઓ સર્વ દર્શન ટિકિટ લેવા પહોંચ્યા હતા. જેના કારણે ટિકિટ કાઉન્ટર પર ભારે ભીડ ભેગી થઈ હતી.

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(TTD)ના પીઆરઓ રવિ કુમારે કહ્યું કે તિરુપતિના ત્રણેય ટિકિટ કાઉન્ટર પર આજે ખુબ ભીડ હતી. ભાગદોડ જેવા હાલાત થયા બાદ અમે નક્કી કર્યું કે શ્રદ્ધાળુઓને ટિકિટ વગર દર્શન માટે જવા દેવામાં આવે. હાલ હાલાત સામાન્ય છે અને શ્રદ્ધાળુઓ આરામથી ભગવાનના દર્શન કરી રહ્યા છે.

ભગવાનના આ મંદિરમાં સર્વદર્શનમની સુવિધા છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ તેમાં શ્રદ્ધાળુઓને ફ્રી દર્શનની સુવિધા આપે છે. અત્રે જણાવવાનું કે અઠવાડિયાના અલગ અલગ દિવસ સર્વદર્શનમના ટાઈમિંગમાં ફેરફાર થતો રહે છે. દર્શનની અન્ય રીતો કરતા નંબર આવવામાં વધુ સમય જતો હોય છે.

error: