Satya Tv News

જીએફએલ કંપનીએ રૂપિયા ૨૫ લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કર્યોદહેજ પંથકમાં દર્દીઓને ઓક્સિજન માટે અન્યત્ર દોડવુ નહિ પડેવાગરા,તા.૧૩દહેજની જીએફએલ કંપનીએ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં રૂપિયા ૨૫ લાખના ખર્ચે ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કર્યો હતો.જેનુ ઉદ્દઘાટન વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે કરવામાં આવ્યુ હતુ.

દહેજ ની એક માત્ર અદ્યતન હોસ્પિટલ દહેજ વેલ્ફેર હોસ્પિટલમાં જીએફએલ કંપનીએ સીએસઆર પ્રવૃત્તિ હેઠળ રૂપિયા ૨૫ લાખના ખર્ચે ૧૦ એને એમ ક્યુબનો ઓક્સિજન જનરેટર પ્લાન્ટ ઉભો કરતા પંથક ના લોકોમાં ખુશી પ્રસરી જવા પામી હતી.ઓક્સિજન જનરેટર પ્લાન્ટ નો ઉદ્દઘાટન સમારોહ વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં યોજાયો હતો.ધારાસભ્ય અરુણસિંહ રણાએ ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્દઘાટન કરી જણાવ્યુ હતુ કે આ પ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ થતા હવે દર્દીઓને ઓક્સિજનની હાલાકી ભોગવવી નહિ પડે.આ તબક્કે ધારાસભ્યએ દહેજ વેલ્ફેર હોસ્પિટલને કાયમી ધોરણે ચાલુ રાખવા અપીલ પણ કરી હતી.આ પ્રસંગે જીએફએલ કંપનીએ સીએસઆર હેઠળ શ્રેષ્ઠ સેવાઓ પ્રદાન કરવાની ખાતરી આપી હતી.આ કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા,ભાજપના જિલ્લા મહામંત્રી ફતેસિંહ ગોહિલ,વાઇસ ચેરમેન નરેન્દ્રસિંહ પરમાર,જીએફએલ કંપનીના યુનિટ હેડ સનત કુમાર,નીરજ અગ્નિહોત્રી તથા એચ આર હેડ સુનિલભટ્ટ તેમજ ડે. મેનેજર એચ આર એડમીન ધવલસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: