Satya Tv News

ગુરુવારે મધ્યરાત્રિની આસપાસ આંધ્ર પ્રદેશમાં ફાર્માસ્યુટિકલ યુનિટમાં કામ કરતી વખતે 6 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા. એલુરૂના એસપી રાહુલ દેવ શર્માએ જણાવ્યું કે, ફેક્ટરીમાં નાઈટ્રિક એસિડ, મોનોમિથાઈલના ગળતરના કારણે આગ લાગી હતી. આ ઘટના આંધ્ર પ્રદેશના એલુરુ જિલ્લાના અક્કીરેદ્દીગુડેમની છે. મળતી માહિતી પ્રમાણે આગ લાગી તે સમયે 18 પીડિતો ફાર્માસ્યુટિકલ પ્લાન્ટના યુનિટ 4માં કામ કરી રહ્યા હતા. મૃત્યુ પામનાર 6માંથી 4 લોકો બિહારના પ્રવાસી શ્રમિક હતા. આગ પર બે કલાકમાં કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. તેમણે ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રત્યેકને 5 લાખ રૂપિયા અને સામાન્ય ઈજાગ્રસ્તોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાની પણ જાહેરાત કરી હતી. આ સાથે જ અધિકારીઓને ઘાયલોની સ્થિતિ પર નજર રાખવા માટે નિર્દેશ આપ્યો છે. પોલીસ અધિક્ષક અને જિલ્લા કલેક્ટરને આ ઘટનાની સંપૂર્ણ તપાસ કરવા આદેશ આપ્યો છે.

error: