Satya Tv News

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ઉજવણી

બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

બાબાસાહેબ આંબેડકરના જીવન વિષેની વિસ્તૃત જાણકારી અગ્રણીઓએ આપી

ઝઘડીયાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અગ્રણીઓએ પ્રસંગોચિત વક્તવ્યોમાં આપણાં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના જીવન વિષેની વિસ્તૃત જાણકારી આપી હતી

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે બાબાસાહેબ આંબેડકરની ૧૩૧ મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી . ઝઘડિયા તાલુકા ભાજપા અનુસૂચિત જાતિ મોરચા દ્વારા અત્રે વિજય ભારતી ગ્રામ ઉદ્યોગ સંકુલ ખાતે આ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં વિજયભારતી સંસ્થા સારસાના પ્રમુખ રતિલાલ રોહિત, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ રીતેશ વસાવા, ઉપપ્રમુખ પ્રકાશ દેસાઇ, તાલુકા પંચાયતના સારસા બેઠકના સદસ્ય આરતીબેન પટેલ, સારસાના ઉપ સરપંચ ભાવિશાબેન પટેલ, એપીએમસીના ચેરમેન દીપક ભાઈ પટેલ તાલુકા ભાજપા મહામંત્રી ભુપેન્દ્રસિંહ રાઠોડ સહિત તાલુકાના વિવિધ હોદ્દેદારો તેમજ ગામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અગ્રણીઓએ પ્રસંગોચિત વક્તવ્યોમાં આપણાં બંધારણના ઘડવૈયા બાબાસાહેબ આંબેડકરના જીવન વિષેની વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ બાબાસાહેબ આંબેડકરે આપેલ શીખ મુજબ એક સાચા ભારતીય બનીને જીવન વ્યતીત કરવા અનુરોધ કર્યો હતો. અંતે વિજયભારતીના પ્રમુખ રતિલાલ રોહિતે સહુનો આભાર માન્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડીયા

error: