Satya Tv News

રાજસ્થાનના જોધપુર નજીક બિલાડામાં એક ગંભીર માર્ગ અકસ્માત થયો છે. જેમાં 6 લોકોના મોત નિપજ્યાં છે. આ દુર્ઘટનામાં એક કાર અચાનક એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેથી 6 લોકોના મોત થયા તો અન્ય ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતાં.

આ ટક્કર એટલી જોરદાર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા અને અન્ય ત્રણ લોકોના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ગંભીર રીતે ઘાયલ હોવાથી તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં. હાલમાં આ ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરશે.

પોલીસના જણાવ્યા અનુસાર, ચુરુ જિલ્લાના ખ્યાલી ગામના રહેવાસી એક જ પરિવારના નવ સભ્યો એસયુવી લઇને બાડમેરમાં નાગાણા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યાં હતાં. ગુરુવારે રાત્રે એક વાગ્યે બિલાડા પોલીસ સ્ટેશન હેઠળના ઝુડલી ફાંટા નજીક પહોંચ્યા ત્યારે બોલેરો આગળ ચાલી રહેલા ટ્રેલરમાં ઘુસી ગઈ હતી. જેથી બોલેરોમાં સવાર તમામ લોકો ખરાબ રીતે ફસાઈ ગયા હતા.

આસપાસના સ્થાનિક લોકોએ આ મામલે તુરંત પોલીસને જાણ કરી હતી અને ભારે જહેમત બાદ બધાને બહાર કઢાયા. પરંતુ ત્યાં સુધીમાં તો ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ચૂક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા છ લોકોને બિલાડાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન અન્ય ત્રણના પણ મોત થયા હતા. ગંભીર રીતે ઘાયલ અન્ય 2 લોકોને જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા. એક ઘાયલ બિલાડાની હોસ્પિટલમાં દાખલ છે.

error: