ભરૂચ એસ.ઓ.જી. નું સફળ ઓપરેશન
વાગરા પોલીસે વધુ તપાસ હાથધારી
વાગરા તાલુકા ના વિલાયત ચોકડી પાસે થી બે પરપ્રાંતીય ઈસમો ને એક રિવોલ્વર તેમજ કારટીઝ સાથે ભરૂચ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા હતા.વધુ તપાસ અર્થે વાગરા પોલીસ ને હવાલે કરાયા હતા.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ને અંગત બતમીદારો પાસે થી બાતમી મળી હતી, કે વાગરા તાલુકાની વિલાયત ચોકડી એ બે ઈસમો પિસ્તોલ સાથે આવવાના છે.જે પૈકી એક ઇસમે ભૂરા કલર ની જીન્સ પેન્ટ તેમજ ખાખી કલરમાં વાદળી ફુલભાતવાળું આખી બાંય નું શર્ટ તેમજ બીજા શખ્સે મહેંદી રંગ નું જીન્સ પેન્ટ અને નાની ફુલભાત ની ડિઝાઇન વાળું સફેદ શર્ટ પહેરેલ છે.જેઓની પાસે રહેલ ગુલાબી રંગ ની થેલીમાં પિસ્તોલ અને કાર્ટુસ છે.ઉક્ત બાતમી ને આધારે એસ.ઓ.જી. પોલીસ ની ટિમ વિલાયત ચોકડી પંચો ને સાથે લઈ તાબડતોબ પહોંચી ગઈ હતી.જ્યાં તપાસ હાથ ધરતા બે ઈસમો વિલાયત ચોકડી થી વિલાયત ગામ તરફ જવાના માર્ગ ઉપર ઉભેલા નજરે પડયા હતા.પોલીસે તેઓને કોર્ડન કરી નામઠામ ની પૂછતાછ કરતા એક ઇસમે પોતાનું નામ મનટુકુમાર સિપાહીરાય રહે,ઝખુઆ,જી-છાપરા (બિહાર).જ્યારે બીજા ઇસમે કમલરાય બાલચંદ રાય,રહે- કટરા નેવાજી ટોલા જી- છાપરા(બિહાર) બંને ઈસમો હાલ વાઘોડિયા GIDC નવાપુરા તળાવ પાસે,જી-વડોદરા ખાતે રહેતા હોવાનું જણાવ્યુ હતુ.જેઓ ની અંગજડતી કરતા તેમની પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કાર્ટુઝ મળી આવ્યા હતા.ગન સંદર્ભે લાયસન્સ કે આધાર પુરાવા ની માંગણી કરાતા તેઓ રજૂ કરી શક્યા ન હતા.જેથી એસ.ઓ.જી. એ બંને ઈસમો ની અટકાયત કરી વાગરા પોલીસ ને હવાલે કર્યા હતા.તેઓ વિરુદ્ધ વાગરા પોલીસે કાયદેસર ની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા