Satya Tv News

રવિવાર બપોરે કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક એક ડમ્પર ચાલકે માલસર ગામના યુવાન ને અડફેટે લેતાં સ્થળ પર જ મોત ને ભેટેલા મૃતક યુવાન ના પરિવારજનોની આજરોજ ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવાએ મુલાકાત કરી,રવિવારે ઘટેલી ઘટના અંગે ઉચ્ચ સ્તરીય રજુઆત કરવાની ખાત્રી આપી હતી.

શિનોર તાલુકાના માલસર ગામે જુના ફળિયામાં પત્ની તથા બે બાળકો સાથે રહેતાં રાજુભાઇ અરવિંદભાઈ માછી ઉંમર વર્ષ ૪૦ નાઓ રવિવારે લગ્ન પ્રસંગ અર્થે ઝનોર ગામે એક્ટિવા લઈને જઈ રહ્યા હતાં.તે દરમિયાન કરજણ તાલુકાના લીલોડ ગામ નજીક માતેલા સાંઢ ની જેમ પૂરઝડપે આવી રહેલાં એક ડમ્પર ચાલકે પાછળ થી રાજુભાઇ ની એક્ટિવા ને અડફેટે લેતાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં રાજુભાઈ ને હાથ,પગ અને માથા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતાં સ્થળ પર જ મૃત્યુ પામ્યાં હતાં.બનાવ સંદર્ભે આજરોજ માલસર મૂકામે મૃતક ના પરિવારજનોની સાંત્વના આપવા ભરૂચ ના સાંસદ મનસુખભાઈ વસાવા,પૂર્વ ધારાસભ્ય સતીષ પટેલ નિશાળીયા સહિત ભાજપ ના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના જિલ્લા અને તાલુકાના આગેવાનો પહોંચ્યાં હતાં.આ પ્રસંગે સાંસદ મનસુખભાઈ વસાવાએ રવિવારે ઘટેલી ઘટના બાબતે ઉચ્ચ સ્તરીય રજુઆત કરવાની ખાત્રી આપી હતી.

વિડિઓ જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: