Satya Tv News

હાઇડોપાવરના બે વીજ યુનીટો પણ ધમધમતા થયાછે 72000 યુનિટ વીજ ઉત્પાદન

ઉનાળાની અસહ્ય ગરમીમા 40ડિગ્રીથી વધુ અસહ્ય ગરમીની અસર નદી, તળાવો અને ડેમને પણ થઈ રહી છે.ગુજરાતના મોટાભાગના ડેમોખાલીખમ થઈ ગયા છે.ગુજરાતના કોઇ ડેમમાં આટલી પાળીનો જથ્થો નથી,ત્યારે ભરૂચ,નર્મદા જિલ્લાના ખેડૂતો માટે સાચા અર્થમા કરજણ ડેમ આશિર્વાદ રૂપ પૂરવાર થયો છે, કરજણડેમ ભરુચ નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી છે.ત્યારે એકમાત્ર કરજણ ડેમમાં હજીપણ ભર ઉનાળે 70% થી વધુ પાણીનો જથ્થો છે. ભરુચ નર્મદાના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ ગણાતા કરજણ ડેમમા પૂરતો પાણીનો જથ્થો છે.

કરજણ ડેમમાથી કરજણ જળાશયયોજનાના બે સ્મોલ હાઇડ્રોપાવર ચાલુ થઈ જતા હાઇડ્રો પાવર માંથી ડાબા કાઠા ના મુખ્ય નહેરમાથી 425 ક્યુસેક પાણી છોડાયુછે. દોઢ દોઢ મેગાવોટના બે એમ કુલ ૩ મેગાવોટના સ્મોલ હાઇડોપાવરના બે વીજ યુનીટો પણ ધમધમતા થયાછે પ્રતિદીન 72000 યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.છેલ્લા 10દિવસથી ધમધમતા થયાછે પ્રતિદીન 720000 યુનિટ વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.ત્યાર સુધીમાં કુલ 7.20 લાખનીવીજળી ઉત્પન્ન થઇ છે ભર ઉનાળે બાષ્પીભવન અને ખ પાણી છોડાતા ડેમમાં પાણીનો જથ્થોઘટતો જાય છે.તેથી ખૂબ સાચવીનેપાણીનો ઉપયોગલેવામાં આવી રહયો છે.

કર જળાશય યોજનાના નાયબ કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર કરજણ ડેમની આજની સપાટી 109.36મીટર છે. લાઇવ સ્ટેજ જીવંત જથ્થો356.35 મીલીયન ઘન મીટર છે, જ્યારે ગ્રોસ સ્ટોરેજ 380.38 મીલીયન ઘન મીટર છે. હાલ ડેમ 70.60% ભરાયેલો છે.અને ચોમસા સુધી ચાલે તેટલો પુરતો સ્ટોક છે,હાલ હાઇડ્રોમાં ડિસચાર્જ થતું પાણી કાંઠાના મુખ્ય નહેરમાં 425 ક્યુસેક અ
છોડવામાં આવીરહ્યું છે.

નાંદોદ,ઝગડીયા વાલીયા અને અંકલેશ્વર તાલુકાના 51OOO હેક્ટર વિસ્તારને સિંચાઇથી આવરી લેતી કરજણ જળાશય યોજનાનાકરજણ ડેમમા બચેલુ 70% પાણીખડૂતો માટે આશિર્વાદ રૂપ પુરવાર થઇ રહ્યું છે.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપળા

Created with Snap
error: