Satya Tv News

પણગામ પાસે મોડી રાત્રે બનાવની ઘટના

કપાસ પડેલા ટેમ્પાને અટકાવી

ડ્રાંઇવરને ગળા ઉપર ચપ્પા જેવા હથિયારની અણીએલૂંટ

સોનાની ચેન, મોબાઇલ ફોનઅને રોકડા દોઢ લાખ મળી

કુલ કિ.રૂ. ૧,૯૮,૦૦૦/- ની મતા લૂંટી ટોળકી ફરાર

ડેડીયાપાડા મોવી હાઇવે પરમોડી રાત્રે સનસનાટી ભરી બે લાખ મતાની લૂંટની ઘટનાએ ચકચાર જગાવી છે. જેમાં પણગામ પાસે કપાસ પડેલા ટેમ્પાને અટકાવી ડ્રાંઇવરના ગળા ઉપર ચપ્પા જેવા હથિયારની અણીએ લૂંટારુ ટોળકીએ ધાક ધમકી આપી સોનાની ચેન, મોબાઇલ ફોનઅને રોકડા દોઢ લાખ મળી કુલ કિ.રૂ. ૧,૯૮,૦૦૦/- ની મતા લૂંટી ટોળકી ફરાર થઈ જતા લૂંટની ફરિયાદ ડેડીયાપાડા પોલીસ મથકે નોંધાઈ હતી. જોકે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે ની સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ આદરી સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરીનર્મદા પોલીસે મુદ્દામાલ રિકવર કર્યો છે.
જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેએ બોલાવેલી પત્રકાર પરિષદમા આપેલી માહિતી અનુસાર ડેડીયાપાડા હાઇવે ઉપર તા.૧૭/૦૪/૨૦૨૨ ના રોજ લુટનો બનાવ બન્યો હતો. જેમાં ફરીયાદી અક્ષયભાઇ પુરષોત્તમભાઈ દેસાઈ ( રહે. વડોદરા )તા.૧૬/૦૪/૨૦૨૨ ના રોજ આઇસર ટેમ્પામાં હાટ મોઇદા (મહારાષ્ટ્ર) ગામથી કપાસ ભરીને કલેડીયાતા.સંખેડા જવા સારૂ નીકળેલા અને ટેમ્પો અક્કલકુવા પહોચ્યો હતો.ત્યાથી ડ્રાઇવર ઇસ્તીયાકઅલી મકરાણી
(રહે. રાજમોવી ) બદલાયેલ. અને ક્લીનર સાથે રાત્રે નવેક વાગે નીકળેલ. રાત્રે આશરે સાડા બારવાગે ડેડીયાપાડા-મોવી હાઇવે પર ઉપર આવેલ. પણગામ પાસે આવતા હાઇવે પર મોડી રાતે ૩ અજાણ્યા આરોપીઓ મોટર સાયકલ ઉપર આવેલા. અને ટેમ્પો રોકી મોટર સાયકલ આડી મુકીઅટકાવેલ.એક આરોપી ડ્રાઇવર સાઇડ ચડીગયેલો અને ફરીયાદીઅક્ષયભાઇના ગળા ઉપર ચપ્પા જેવું હથિયાર બતાવી ફરીયાદીના ગળામાં પહેરેલ સોનાની ચેન (૧
તોલાની) કિ.રૂ.૪૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન કિ.રૂ.૪,૦૦૦/- અને પાકીટમાં રાખેલ રોકડા રૂ.૧,૫૦,૦૦૦/- તેમજ ડ્રાઇવરનો મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૧,૯૮,૦૦૦/- ની લુટ કરી નાસી ગયેલ.

આ બાબતે ફરીયાદીએ ડેડીયાપાડા પોલીસ મથકે ફરીયાદ આપતા લુટનો ગુનો દાખલ કરવામાં આવેલ. અને
ગુનાની ગંભીરતા જોતા તાત્કાલીક જુદીજુદી પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરવામા આવી હતી.
દરમિયાન ટેમ્પા ડ્રાઇવર ઇસ્તીયાક અલીની વર્તણુક શંકાસ્પદ લાગતા તેની કડકાઇ થીપુછપરછ કરતા તે ભાંગી પડેલ. અને તેણે બીજા સહ આરોપીઓ સાથે મળી લુંટનો પ્લાન ઘડેલ હોવાની
કબુલાત કરેલ. જે મુજબ કમીશનથી ટેમ્પો ભરવાનું કામ કરતા શાહબુદ્દીન મકરાણીએ જ્યારે ફરીયાદીઅક્કલકુવા પહોચ્યા ત્યારે તેણે ફરીયાદી પાસે મોટી રકમ હોવાનું જણાઇ આવતા ડ્રાઇવર
ઇસ્તીયાકઅલી ને ફરીયાદીને લુટી લેવાનું જણાવેલ.અને તે માટે શાહબુદ્દીને તેના બનેવી મોઇનુદ્દીનમકરાણીને તૈયાર કરેલ. ત્યાર બાદ ફરીયાદી ડ્રાઇવર સાથે અક્કલકુવાથી નિકળેલ ત્યારે ટેમ્પાની
પાછળ મોટર સાયકલ લઇને મોઇનુદીન તેના બીજા મિત્રો સાજીદ મકરાણી અને અબ્દુલ રહેમાન મકરાણી જે તમામ રાજમોવી ગામના છે તેઓએ પીછો કરેલ.ત્યાર બાદ ડ્રાઇવરે આઇસર ટેમ્પોડેડીયાપાડા- મોવી હાઇવે ઉપર આવતા મોટર સાયકલ ઉપર આવેલ આરોપીઓએ ઇશારો કરતા ટેમ્પોરોકી દીધેલ.અને લુટની ઘટનાને અંજામ આપેલ. આ ગુનામાં તાત્કાલીક કાર્યવાહી કરી સંડોવાયેલઆરોપીઓને અટક કરવામા આવેલ છે. અને તેમની પાસેથી લુટમા ગયેલ રૂ.૧,૫૦,૦૦૦/- તથા સોનાની
ચેન અને ૨ મોબાઇલ ફોન રીકવર કરવામાં આવેલ છે.
હવે તમામ આરોપીઓના રીમાન્ડ મેળવવાકાર્યવાહી કરવામાં આવશે અને ગુનામાં વાપરેલ હથિયાર તેમજ મોટર સાયકલ કબજે કરવા કાર્યવાહીકરવામાં આવશે
નર્મદા જીલ્લા પોલીસવડાએ જણાવ્યું હતું.

વિડિઓ જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી રાજપીપલા

error: