Satya Tv News

રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં ગત મોડી રાત્રે બે જૂથો વચ્ચે મેસેજ મુકવા બાબતે અથડામણ સર્જાઈ છે. મહત્વનું છે કે, ગત મોડી રાત્રે જંગલેશ્વર-મવડી વિસ્તારના યુવકો વચ્ચે મોબાઈલ ફોન અને મેસેજ બાબતે જૂથ અથડામણ સર્જાઈ હતી.જેમાં જેમાં બંને જૂથના લોકો એક બીજા પર ભારે પથ્થરમારો કર્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતાં તુરત ઘટના સ્થળે પહોંચી સ્થિતી કાબૂમાં લીધી હતી.

આ અંગે રાજકોટ શહેરના ACP ગેડમે પોતાનું નિવેદન આપતાં જણાવ્યું રાજકોટ શહેરમાં ગત મોડી રાત્રે થયેલા જૂથ અથડામણ બાદ માલવીયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઈ છે. ફરિયાદ નોધાતા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ હતી અને અત્યાર સુધી બંને પક્ષે 13 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. તેમજ પોલીસ દ્વારા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પાંચ દિવસ પૂર્વે વડોદરાના રાવપુરા વિસ્તારમાં બે બાઈક વચ્ચે થયેલા અકસ્માત બાદ જૂથ અથડામણ સર્જાઇ છે. રાવપુરા ટાવર રોડ ઉપર 400થી 500 લોકો ધસી આવ્યા હતાં. જેમાં એક ટોળાંએ કાઠીપોળમાં આવેલી સાઈબાબાની મૂર્તિ ખંડિત કરી હતી તો એક જૂથના તલવારધારી ટોળાંએ ભારે પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી વધુ વાહનો અને લારીઓમાં તોડફોડ કરવામાં આવી છે

error: