Satya Tv News

એસબીઆઈની ભરતીમાં ગેરરિતીનોઆક્ષેપ કરતો કેન્દ્રીય નાણામંત્રીને લખ્યો પત્ર

એસબીઆઈની અમદાવાદ સર્કલનીભરતીમા ગેરરીતિ થઈ હોવાનો ગંભીર આક્ષેપ

ફાયર બ્રાન્ડ ભાજપાના વરિષ્ઠ નેતા અને ગુજરાત ભાજપનાં  સિનિયર સાંસદ મનસુખ વસાવાએ વધુ એક લેટર બોમ્બ ફોડીને ગુજરાતના રાજકારણમાં હલચલ મચાવી દીધી છે.

એમણે દેશનાં નાણામંત્રી નિર્મલા સીતારામનને પત્ર લખી સીધે સીધો એવો આક્ષેપ કર્યો છે કે ગુજરાત સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલમાં ભરતી   કૌભાંડ થયું છે.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામનને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ઉમેદવારને રાજ્યની સ્થાનિક ભાષામાં જ્ઞાન હોય એ જ અરજી કરી શકે એવું સ્પષ્ટ જણાવ્યું હોવા છતાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, અમદાવાદ વર્તુળ (ગુજરાત)માં જુનિયર એસોસિએટ્સ (ક્લાર્ક) ની ભરતીમાં સ્થાનિક ભાષા જાણતા ન હોય તેવા ઉમેદવારોની પસંદગી થઈ છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાએ બેંકના વિવિધ રાજ્યોમાં ખાલી પડેલી જુનિયર એસોસિયેટ (ક્લાર્ક)ની જગ્યાઓ માટે ભારતીય નાગરિકો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી.જે તે રાજ્ય માટે અરજદાર ઉમેદવાર તે રાજ્યની સ્થાનિક ભાષામાં “નિપૂણ” હોવી જોઈએ એવું જાહેરાતમાં જણાવાયું હતું.જો ઉમેદવાર સ્થાનિક ભાષાની પરીક્ષામાં નાપાસ થશે, તો તેને બેંકમાં નિમણૂક માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અમદાવાદ સર્કલ (ગુજરાત)માં તાજેતરમાં પસંદ કરાયેલા 660 ઉમેદવારોમાંથી માત્ર 15 થી 20 ટકા જ ગુજરાત રાજ્યના અને બાકીના 80 થી 85 ટકા અન્ય રાજ્યોના છે જેમને સ્થાનિક ભાષાનું કોઈ જ્ઞાન નથી.આ એક દેખીતી રીતે ભરતી કૌભાંડ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા

error: