Satya Tv News

બાળકો માટે કોરોના વેક્સિનને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. એટલે કે, હવેથી દેશમાં 5થી 12 વર્ષના બાળકોને પણ કોરોના વેક્સિન અપાશે. મળતી માહિતી અનુસાર, DCGI દ્વારા ભારતની કંપની બાયોલોજિકલ-ઇની Corbevax વેક્સિનને મંજૂરી મળી ગઇ છે.

તાજેતરમાં જ સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ 5થી 12 વર્ષના બાળકોને Corbevax વેક્સિન લગાવવામાં આવે તેવી ભલામણ કરી હતી. તમને જણાવી દઇએ કે, ભારતની કંપની બાયોલોજિકલ-ઇ દ્વારા બનાવવામાં આવેલી વેક્સિનને 12થી 14 વર્ષના બાળકોને સરકારી સેન્ટરોમાં આપવામાં આવી રહી છે.

બીજી બાજુ દેશમાં 6થી 12 વર્ષના બાળકોને Covaxin પણ અપાશે. એ માટે DCGI દ્વારા ભારત બાયોટેકને કોવેક્સિન (Covaxin) માટેની મંજૂરી મળી ગઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

નોંધનીય છે કે, કોરોનાની અગાઉની લહેરમાં બાળકોની હાલત ગંભીર ન હોતી, પરંતુ આ વખતે કોરોનાના નવા XE વેરિઅન્ટના બાળકો પણ શિકાર થઇ રહ્યાં છે એટલે કે તેની ઝપેટમાં આવી રહ્યાં છે. એમાંય ખાસ કરીને શાળા ખુલ્યા બાદ તો સતત આ કેસોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ખુદ આરોગ્ય નિષ્ણાતોનું પણ કહેવું છે કે, છેલ્લાં ત્રણ સપ્તાહમાં બાળકોમાં ફ્લુ જેવાં લક્ષણોમાં વધારો થયો છે.

અગાઉ માર્ચ મહિનામાં, કોરોનાથી રક્ષણ મેળવવા માટે 12 થી 15 વર્ષના બાળકોને રસી આપવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ 5થી 12 વર્ષની વયના બાળકોને પણ કોરોના વેક્સિન આપવાનો નિર્ણય કર્યો છે.

error: