વાલિયા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક મળી
મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન તહેવારને લઇ મળી બેઠક
પી.આઈ.પી.એચ.વસાવાની અધ્યક્ષતામાં મુસ્લિમ બિરાદરો સાથે કરી ચર્ચા વિચારણા
વાલિયા પોલીસ મથકે મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન તહેવાર નિમિતે પી.આઈ.પી.એચ.વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં હિન્દૂ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.
મુસ્લિમ સમાજના પવિત્ર રમઝાન તહેવાર નિમિતે એકતા ભાઈ ચારો અને શાંતિ સુલેહ જળવાઈ રહે તે માટે વાલિયા પોલીસ મથકના પી.આઈ.પી.એચ.વસાવાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં વાલિયા તાલુકામાં વસતા મુસ્લિમ બિરાદરો અને અન્ય સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બેઠકમાં હિન્દૂ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
વિડિઓ જર્નલિસ્ટ સંજય વસાવા સાથે સત્યા ટીવી વાલિયા