Skip to main content

Satya Tv News

ભરૂચ નર્મદા ચોકડી પાસે ઉભેલ કારમાં લાગી અચાનક આગ.
આગ પગલે મચી દોડધામ.
ફાયર બ્રિગડ આવે તે પગેલા કાર બળીને થઇ ખાખ.
સદનસીબે કોઈ જાનહાની નહીં.

ભરૂચની નર્મદા ચોકડી નજીક કાર માં ભીષણ આગ ભભુકી ઉઠતા ગભરાટ પ્રસરી ગયો હતો.ફાયર બ્રિગેડ દોડી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો..

ઉનાળા માં ગરમી નો પારો ઊંચો જવા સાથે વાહનો મા આગ લાગવાના બનાવો મા પણ વધારો નોંધાયો છે ત્યારે ભરૂચની નર્મદા ચોકડી નજીક પાર્ક કરેલ એક કારમાં ધુમાડા નીકળ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી .જેના કારણે આજુ બાજુમાં પાર્ક કરેલી ગાડીના માલિકોમાં પણ ભય પ્રસરી ગયો હતો…

આગ ની જાણ ફાયરબ્રિગેડ ને કરવામાં આવતા લાશ્કરો ફાયર ફાઈટર સાથે દોડી આવ્યા હતા..અને સળગી રહેલી ગાડી પર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા…થોડા સમય મા જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો..સદનસીબે આગ મા કોઈ જાનહાની થવા પામી ન હતી પણ કાર ને ભારે નુકસાન થયું હતું.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: