સુરતના સરથાણા ખાતે આવેલી છે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ
હોસ્પિટલના ડોકટર કેતન ખેનીએ આક્ષેપ ફગાવ્યા
વૃદ્ધાના ઓપરેશન બાદ પેસા નહિ આપી છેતરપીંડી કર્યાના આક્ષેપ
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોકટર કેતન ખેની સામે ઓપરેશનમાં બેદરકારી દાખવી હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા કે એક્સીડેન્ટ કેસમાં કમરના ગોળાના ઓપરેશનમાં બેદરકારી દાખવી 8 મહિના થયા હોવા છતાં દર્દી ચાલી નહીં શકતા હોવાના પરિવાર જનોએ આક્ષેપ કરી ડોકટર સામે પગલાં લેવાની માંગ કરી હતી.
સુરત માં આજ થી 8 મહિના પહેલા વીનું ભાઈ મોહન ભાઈ દુધાત નું એક્સીડેન્ટ થયું હતું.ત્યારબાદ સારવાર અર્થે સુરતના સરથાણા ખાતે આવેલ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં ખસેડવા માં આવ્યા હતા જ્યાં ડોકટર કેતન ભાઈ ખેની એ તેમને કમરના ગોળા નું ઓપરેશન કરવા જણાવ્યું હતું હોસ્પિટલ દ્વારા કહેવામાં આવ્યું હતું જે સેટ થતી હસે એ કંપની ના ગોળા નાખવા ની વાત કરવામાં આવી હતી.ઓર્થોપેડિક હોસ્પિટલ ના ડોકટર કેતન ખેની ને સમગ્ર વાત જણાવતા બિલ જે આપ્યું એ પરિવાર જનોએ પૈસા બાકી મૂકીને છેતરપીંડી કરી છે તે અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી છે.ડોકટર એસોસિએશનમાં મેસેજ મૂકી અને આ દર્દી ની કોઈએ ટ્રીટમેન્ટ ના કરવી તે પણ પાયા વિહોણો આરોપ છે અને દર્દીના ફેમિલી પૈસા આપવાની નથી અને ખોટી રીતે હોસ્પિટલને બદનામ કરવાનું કાવતરું ગણાવી શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના ડોકટર કેતન ખેનીએ તમામ આરોપને ફગાવ્યા હતા અને દર્દીના ફેમિલી હોસ્પિટલ ને ખોટી રીતે બદનામ કરવાનો આરોપને ડોકટર કેતન ખેનીએ ફગાવી અને વધુ માહિતી આપી કે અમારી હોસ્પિટલમાં હજારો દર્દીઓને સારવાર કરી રહ્યા છે દર્દી અને સગાઓ ડોકટર ને ભગવાન નું બીજું સ્વરૂપ માને છે તો અમારું ઘ્યેય દર્દીને જલ્દી સારું થાય તેજ હોઈ છે.
વિડિઓ જર્નાલિસ્ટ કે સી વઘાસિયા સાથે દિવ્યેશ પરમાર સત્યા ટીવી સુરત