કીમના કોસંબા તરસાલી પાલિકાની વાહલા દવલાની નીતિ
તરસાડીમાં માર્ગો પરના દબાણો દૂર કરવા પાલિકાએ બીજા દિવસે પણ બુલડોઝર ફેરવ્યું
પાલિકાનો સ્ટાફ સાથે ભેગા મળીને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી
કોસંબા તરસાડી નગરપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ લારી ગલ્લા સાઈન બોર્ડ વગેરેનું દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રાખી હતી. બીજા દિવસે શાસકો દ્વારા વાહલા દવલાની નીતિ અપવાની હોવાનો ગણગણાટ પણ ઉઠ્યો હતો.
તરસાડી પાલિકામાં આવેલ આંબેડકર પ્રતિમાથી ઝંડાચોક, ઝંડા ચોકથી ટર્નિંગ પોઈન્ટ, ઝંડાચોકથી રામ મંદિર, રામ મંદિરથી આંબેડકર પ્રતિમા, આંબેડકર પ્રતિમાથી ચિસ્તીનગર સુધીના માર્ગ તેમજ જલારામ ચોકડીથી પંડવાઈ સુગર તરફ જતા રોડ પર મિલકત ધારકોએ માલિકીની હદ કરતાં વધુ ગેરકાયદે ઓટલા બનાવ્યા હોય, પતરાના શેડ તેમજ સાઈનબોર્ડના દબાણ હટાવવાની કામગીરી પાલિકાએ મિલકતદારોને ત્રણ નોટિસ આપ્યા બાદ હટાવાની કામગીરી ગુરુવારથી શરૂ કરી હતી.
શુક્રવારે પણ બાકી દબાણોને દૂર કરવાની કામગીરી પાલિકાના પ્રમુખ મીનાબહેન શાહ, વિવિધ સમિતીઓના હોદ્દેદારો અને પાલિકાનો સ્ટાફ સાથે ભેગા મળીને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહી દરમિયાન કેટલાક દુકાનદારોએ પાલિકાના હોદ્દેદારો સામે વાહલા દવલાની નીતિ રાખી કેટલાક લોકોના દબાણો યથાવત રાખ્યા હતાં. જ્યારે વેપારીના દબાણ દૂર કર્યા હતાં. જે મામલે શાસકો દ્વારા વાહલા દવલાની નીતિ અપનાવી હોવાનો ગણગણાટ ઉઠ્યો હતો.
આ મામલે પાલિકાના પ્રમુખ મીનાબહેન શાહે તમામને એક સરખી રીતે ન્યાય કરીને કોઈ જાતના ભેદભાવ વગર દબાણ દૂર કરશેનો રદિયો આપ્યો હતો.
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક રાઠોડ સાથે સત્યા ટીવી કિમ