વાગરા તાલુકાના એક ગામમાં બાળકનો નગ્ન વિડિયો શેર કરવો આધેડ ને ભારે પડ્યો
વાયરલ વિડિયો અંગેની માહિતી ફેસબુક થકી સાયબર ક્રાઇમ સુધી પહોંચતા પોલીસ ઘર આંગણે પહોંચી
આજના યુગમાં સોશ્યલ મીડિયા નો ઉપયોગ આડેધડ વધી ગયો છે.દરેક હાથમાં મોબાઇલ અને ટેબ્લેટ છે.જ્યાં ગેજેટ્સનો સદુપયોગ છે,ત્યાં જ દુરુપયોગ પણ જાણે અજાણે જોવા મળી રહ્યો છે.મોબાઈલના આધુનિક યુગમાં ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફીનો ક્રેઝ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.
જેમાં લોકો પોતાને મનગમતા વિડિયો કે ફોટા ધડાધડ અપલોડ કે શેર કરતા હોય છે.જો કે, સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરતી વેળા સાવધાની ની સાથે ચેતવાની પણ જરૂર છે.જો આપ વધુ પડતો ઉપયોગ સોશ્યલ નેટવર્કિંગ સાઇટનો કરો છો તો આ ખબર તમારા માટે અત્યંત મહત્વની છે.વાત કરીએ વાગરા તાલુકાના નાનકડા એક ગામની જ્યા એક ૫૦ થી ૫૫ વર્ષની ઉંમર ધરાવતા વ્યકિત ની કે જેણે આઠ મહિના અગાઉ પોતાના મોબાઈલમાં ઇન્સ્ટોલ રાખેલ ફેસબુકમાં કોઈક દ્વારા અપલોડ કરાયેલ એક નાનકડા બાળકનો નગ્ન રમૂજ વિડિયો આવ્યો હતો.બકરી ના બચ્ચા સાથે નો રમુજી વિડીઓ ની મજા માણી આધેડે વિડિયો શેર કર્યો હતો.જેની વિગતો રાજ્ય સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમને આઠ મહિના બાદ ધ્યાને આવતા તપાસનો રેલો વાગરા પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.વાગરા પોલીસે હાલ તો વિડિયો શેર કરનાર વ્યક્તિનો મોબાઈલ કબજે કરી તપાસ અર્થે ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલી આપ્યો છે.ફોરેન્સિક લેબોરેટીના રિપોર્ટ બાદ ચાઈલ્ડ પોનોગ્રાફી એક્ટ તેમજ પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધાવવાની શક્યતા સેવાઈ રહી છે.હાલ તો સાયબર ક્રાઇમ સેલ વાગરા પોલીસ ની મદદ થી આધેડ વિરુદ્ધ કાયદા નો સિકંજો કસવાની ગતિવિધિઓ તેજ કરી રહી છે.નજીકના ટૂંક સમયમાં જ વિડીઓ શેર કરનાર આધેડ સામે કાયદાકીય કાર્યવાહી નો કોરડો વિંજાશે.ત્યારે હાલ તો સાયબર સેલના વાગરા પંથકમાં આંટા ફેરા થી લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા