જંબુસરમાં BAPS મંદિર ખાતે મહિલા સંમેલન યોજાયું
શતાબ્દી મહોત્સવ નિમિત્તે બાપાનો જીવન સંદેશ અને કાર્યોને અંજલી આપી
યુવતી મંડળ જંબુસર દ્વારા ન્રુત્યાજલી અર્પી
જંબુસર BAPS મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તથા જિલ્લા મંત્રી કૃપાબેન દોશીની અધ્યક્ષતામાં મહિલા સંમેલન યોજાયું.
પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થા દ્વારા અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સમાજ ઉત્થાન માટે કરવામાં આવતા હોય છે મહિલા પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા શતાબ્દી મહોત્સવ નિમિત્તે બાપાનો જીવન સંદેશ અને તેમણે આજીવન કરેલા ભગીરથ કાર્યોને સાચા અર્થમાં અંજલી આપવા મહિલા સંમેલન બીએપીએસ મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ તથા જિલ્લામંત્રી કૃપાબેન દોશીની અધ્યક્ષતામાં યોજાયું હતું જેમાં નગરપાલીકા પ્રમુખ ભાવનાબેન રામી જંબુસર આમોદ ક્ષેત્ર સંયોજક નીલમબેન ઠક્કર જંબુસર ક્ષેત્ર નિર્દેશક સરોજબેન પટેલ ઉપસ્થિત રહ્યાં હતાં .
ઉપસ્થિત મહેમાનોના હસ્તે દિપ પ્રાગટય કરી સંમેલનનો પ્રારંભ કરાયો હતો આપણા સાચા સ્વજન પ્રમુખસ્વામી મહારાજ વિષય ઉપર કૃપાબેન દોશીએ જણાવ્યું હતું કે આજના યુગમાં સાચા સંબંધ ખરા અર્થમાં પ્રમુખસ્વામી મહારાજે શીખવ્યું છે નારી શક્તિને સન્માર્ગે દોરી કુટુંબ પરિવારને નિયમ ધર્મમાં રાખી ફોજ તૈયાર કરાવી માતા સો શિક્ષકની ગરજ સારે છે તેવા જીવન વ્યવહાર માટે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું અને આલોકના સર્જન કરવા માટે માતા ઉપર વિશ્વાસ મૂકી સંસ્કાર આપી આચરણ કરાવી આ ભગીરથ કાર્ય કરાવ્યું છે બુંદ બુંદથી સરોવર ભરાય તેમ ખિસકોલી જેવી સેવા કરી બાપાની સેવા કાર્ય આપણે કરવું છે સૌથી સારું મેનેજમેન્ટ અનુશાસન શિસ્ત બીએપીએસ દ્વારા શીખવવામાં આવી છે અને કેવા એકધારી સૈનિકો તૈયાર કરાયા અને બહેનોને સંકલ્પ કરાવ્યો બાપાના વિચારોની ઘરે ઘરે પહોંચાડીશું અને વિશ્વ કુટુંબના ખરા સ્વજન બનીશુ.તથા અલ્પાબેન પટેલે બાપાના વિચારો રજુ કરી મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવે બાપા બ્રહ્મલીન થયા નથી તેઓ આપણી સાથે જ સતત પ્રગટ છે તેમ જણાવી પ્રમુખસ્વામી મહારાજે મહિલા ઉત્કર્ષની જ્યોત વિશ્વભરમાં પ્રસરાવી છે અને વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંતસ્વામી દ્વારા તેનું સંવર્ધન થઇ રહ્યું છે તેમ જણાવ્યું હતું ..
સદર મહીલા સંમેલનમાં શતાબ્દીમાં સેવા કાર્ય કરવાનું બળ મળે તે માટે જંબુસર મંડળની બહેનો દ્વારા આજ મારો જાલ્યો સ્વામીજીએ હાથ સંવાદ રજુ કર્યો હતો તથા યુવતી મંડળ જંબુસર દ્વારા ન્રુત્યાજલી અર્પી હતી આ પ્રસંગે મંત્રી વિહારીકા બેન પટેલ નેહા પટેલ ક્ષેત્રીય કાર્યકર ભાવનાબેન મિસ્ત્રી યુવતી નિરીક્ષક લીલાબેન પટેલયુવતી મંડળ સંચાલક સારીકા પટેલ સહિત કાર્યકરો સત્સંગી બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.કાર્યક્રમનું સફળ સંચાલન નિશા પટેલ તથા શિવાની પટેલ દ્વારા કરાયું હતું
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર