ખેડૂતો નો સરકાર અને વહીવટીતંત્ર ની ઢીલીનીતિ સામે આક્રોશ
સરકારે કાયમી ધોરણે ૫૦-૬૦ વર્ષ થી ફાળવેલ જમીનો માં નામ અલગ કરવા
વાગરા તાલુકાના કલાદરા ગામના ગરીબ ST, SC, OBC સમાજના ખેડૂત પરિવારોની સરકારે ૫૦-૬૦ વર્ષથી કાયમી ધોરણે આપેલી જમીનોને ખેડૂતોને નામે અલગ કરવાની આઠ-દશ વર્ષથી કરેલ અરજીનો નિકાલ નહિ થતા ખેડૂતોમાં ભારે આક્રોશ ની લાગણી ફેલાઇ જવા પામી છે.સરકાર અને વહીવટી તંત્ર ની ઢીલી નીતિ સામે પણ અનેક સવાલો ઉભા કરી ખેડૂતો ગાંધી ચીંધ્યા માર્ગે લડી લેવાના મૂડ માં જણાઈ રહ્યા છે.
સરકાર એસ.સી.,એસ.ટી અને ઓબીસી સમાજ ના પરિવારો નું જીવન ધોરણ ઊંચું લાવવા કાયમી ધોરણે ખેતી ની જમીનો ફાળવે છે.આવી જમીનોમાં સયુંકત ખેડૂત ખાતેદારો નામ ચાલતા હોવાથી વાગરા ના કલાદરા ગામના ગરીબ ખેડૂતો એ તેમને અલગ થી નામ દાખલ કરતો હુકમ કરવા અંગે છેલ્લા આઠ-દશ વર્ષ થી વહીવટી તંત્રમાં ઘા નાંખ્યા છે.૫૦ -૬૦ વર્ષ થી કાયમી જમીનમાં પોતાના અલગ નામે થાય એ હેતુસર ધારાસભ્ય ને પણ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈજ નક્કર પરિણામ મળ્યુ નથી.પોતાને સ્વતંત્ર નામે જમીન થશે એવી આશમાં પાંચ જેટલા ખેડૂતોએ તો આ દુનિયા થી અલવિદા કહી દીધી છે.ઉદ્યોગપતિઓ અને બિલ્ડરોની ફાઈલો ના નિર્ણય તંત્ર કેમ જલ્દી અને સમયસર કરતી હશે????જેવા સવાલો ખેડૂતોએ સરકાર અને વહીવટી તંત્ર સામે ઉભા કર્યા હતા.અત્યાર સુધી પોતાની માંગ ને લઈ ને ખેડૂતો એ ઘણાં બધા આવેદનપત્રો પણ આપી ચુક્યા છે.તેમ છતાં વર્ષોથી આ ખેડૂતોની અરજીઓ પર ઓર્ડર કરી જમીનો નામે અલગ કરી આપવામાં નહિ આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ની લાગણી પ્રસરી જવા પામી છે.પોતાના પ્રશ્ન નો ઉકેલ નહિ આવે તો ધરતીપુત્રો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે ની ચીમકી ઉચ્ચારી હતી.પોતાના પ્રાણ પ્રશ્ને ખેડૂતોએ ધારાશાસ્ત્રી કમલેશ મઢીવાલા ને રજુઆત કરી હતી.જે સંદર્ભે વકીલ કમલેશ મઢીવાલા એ ખેડૂતોને જણાવ્યુ હતુ કે જ્યાં સુધી તમારો હક ના મળે ત્યાં સુધી તમારી સાથે છું ની હૈયા ધરપત આપતા ખેડૂતોમાં નવો પ્રાણ ફૂંકાયો હતો.પોતાને નામે અલગ જમીન બાબતે ડાહ્યાભાઈ ગોવિંદભાઇ રોહિત,રતિલાલ હિંમત રાઠોડ અને પ્રતાપભાઈ સહિત નો ૩૫ થી ૪૦ ખેડૂત પરિવાર રણનીતિ બનાવવા જોતરાઈ ગયા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ ફક્ત કલાદરા ગામનો પ્રશ્ન નથી પરંતુ આખા વાગરા તાલુકા ના ઘણા બધા ગામોના સેંકડો ગરીબ પરિવારો નો વણ ઉકેલ્યો વર્ષો જૂનો પ્રશ્ન છે.વહીવટી તંત્ર કલાદરા ના અને વાગરા તાલુકા ના ખેડૂતો ના મામલે કેવો નિર્ણય લે છે એ જોવુ રહ્યુ.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા