- ભારતમાં હાલમાં કોરોનાના 19,500 સક્રિય કેસ છે
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં ફરી એક વખત પ્રતિબંધો વધી રહ્યા છે. દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે જેને તંત્રએ ખૂબ જ ગંભીરતાથી લીધું છે. કોરોનાના કેસમાં વધારો અને આગામી તહેવોરોની સિઝનને જોતા તંત્ર તરફથી પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને ગૌતમ બુદ્ધ નગરમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. હાલમાં આ ધારા 31 મે સુધી લાગુ કરવામાં આવી છે. સાથે જ ગૌતમ બુદ્ધ નગર કમિશનરેટના જણાવ્યા પ્રમાણે જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
દિલ્હીમાં કોરોનાના કેસોમાં એક વખત ફરી વધારો થઈ રહ્યો છે જેણે નોઈડામાં ચિંતા વધારી દીધી છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,485 નવા કેસ નોંધાયા છે.
ગૌતમ બુદ્ધ નગર પોલીસ કમિશનરેટે એક નિવેદનમાં જણાવ્યું કે, ઉચ્ચ અધિકારીઓની પરવાનગી વિના કોઈને વિરોધ પ્રદર્શન કે ભૂખ હડતાળ કરવાની મંજૂરી આપવામાં નહીં આવશે. જાહેર સ્થળોએ પૂજા અને પ્રાર્થના કરવાની પણ મંજૂરી આપવામાં નહીં આવશે.