જંબુસર BAPS મંદિર ખાતે શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો
પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત અભિવાદન સમારોહ
સમારોહ પૂજ્ય જ્ઞાનવીરદાસસ્વામી યજ્ઞ જીવનદાસ સ્વામી ભક્તિશિલસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો
BAPS મંદિર ખાતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અંતર્ગત પારિવારિક શાંતિ અભિયાન- ૨૦૨૨ નો શતાબ્દી સેવા અભિવાદન સમારોહ પૂજ્ય જ્ઞાનવીરદાસસ્વામી યજ્ઞ જીવનદાસ સ્વામી ભક્તિશિલસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આગામી સમયમાં પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવ પૂર્વક ઉજવણી થનાર છે જે અનુસંધાને BAPS સંસ્થા દ્વારા ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.બાપાની શતાબ્દીના પડઘમ વિશ્વમાં ગુંજતા થયા છે સૌના હૃદયમાં ગુરુનું ઋણ અદા કરવાના દીવડા વિશેષ દૈદીપ્યમાન બન્યા પ્રમુખસ્વામી મહારાજે સમાજમાટે પુરૂ જીવન સમર્પિત કર્યું છે.બાપાએ વ્યસનમુક્તિ અભિયાન દરેક ઘરે પધરામણી કરી તેઓ પારિવારિક શાંતિ ના હિમાયતી હતા અને એ સંદેશ વિશ્વમાં ફેલાયો છે આ મહોત્સવ એ આપણા ઘડતરનો સમૈયો છે બાપાના અનેક શાશ્વત કાર્યો પૈકીનું એક મહાન કાર્ય એટલે પારિવારિક શાંતિ અભિયાન પ્રમુખ સ્વામી મહારાજે પોતાના ૯૫ વર્ષના જીવનકાળ દરમ્યાન સતત વિચરણ કરીને અનેક પરિવારોને તૂટતાં બચાવ્યાં હતાં અને શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેમના કાર્યથી પ્રેરણા લઈ મહંતસ્વામી મહારાજના રૂડા આશીર્વાદ અને માર્ગદર્શન હેઠળ પારિવારિક શાંતિ અભિયાન ચલાવાયું હતું જેમાં ૭૨ હજારથી વધુ સ્વયંસેવકો ૧૭ રાજ્યોમાં ૨૪ લાખથી વધુ ઘરોમાં ફરી શાંતિ અભિયાન ચલાવ્યું જે અંતર્ગત જંબુસર તાલુકાના છેવાડાના ગામોમાં ફરી ઘરે ઘરે જઈ જંબુસર પંથકના શતાબ્દી સેવક ભાઈ બહેનોએ લોકોને પારિવારિક શાંતિની પ્રેરણા આપી ઘરસભા ઘરમાં સમૂહ પ્રાર્થના સમુહ ભોજનનો સંકલ્પ લેવડાવ્યો હતો અને તેમાં નિવૃત્ત થયેલા શતાબ્દી કેવાં અભિવાદન સમારોહો બીએપીએસ મંદિર જંબુસર ખાતે રાખવામાં આવ્યો હતો.પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશિર્વાદ દ્રશ્ય શ્રાવ્ય દ્વારા જંબુસર પંથકના શતાબ્દી સેવકોને મળ્યા અને ઉપસ્થિત સંતોએ સેવકોનું કુમકુમ તિલક કરી પુષ્પ વર્ષા થી અભિવાદન કર્યું હતું. તથા યુવકો દ્વારા બીએપીએસ ધજાઓ લહેરાવતા નજરે પડ્યાં હતાં તે સમયે અક્ષરધામની સભા હોય તેવુ ભાસતુ હતું.શતાબ્દી સેવક અભિવાદન સમારોહમાં જંબુસર નોંધણા કરમાડ ના શતાબ્દી સેવક ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
વિડિઓ જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર