વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ જવાળાનો પ્રારંભ
પાંચ દિવસ માતાજીની પૂજા અર્ચના કરી ગ્રહશાંતિ કરે છે
વેરાઈ માતાજીના મંદિરે શ્રદ્ધાંરુંઓ પોતાની બાધા પૂર્ણ કરે છે
વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ જવાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં માતાજીની પૂજા અર્ચના કરી વાજતેગાજતે ઘરે લઇ જઈ બાધા પુરી કરી વિસર્જન કરે છે.
આજે અખાત્રીજ ના શુભ દિવસે વાગરા તાલુકાના કડોદરા ગામે સમૂહ જવાળાનો પ્રારંભ કરવામાં આવ્યો.આજે જવાળાનો પહેલો દિવસ સવારના 8:30ના શુભ મુહર્તના સર્વે શ્રદ્ધાંરુઓ કામનાથ મહાદેવના મંદિરે એકત્ર થઇને માતાજી ની પૂજા અર્ચના કરી હતી.આ રીતે પાંચ દિવસ માતાજી ની પૂજા અર્ચના કરવા માં આવેછે અને પાંચમાં દિવસે ગ્રહશાંતિ કરવા માં આવે છે.ગ્રહશાંતિ પૂર્ણ થયા બાદ સર્વે શ્રદ્ધાંરું ઓ માતાજી ને આસ્તે ગાજતે પોતાના ઘરે લઇ જાય છે. અને છઠા દિવસે સવારના માતાજી ને કડોદરા ગામ માં આવેલ વેરાઈ માતાજીના મંદિરે શ્રદ્ધાંરું ઓ પોતાની બાધા પૂર્ણ કરે છે. અને ત્યાર બાદ માતાજી ને ગામ ના તળાવ માં વિસર્જન કરવામાં આવે છે.
વિડીયો જર્નાલિસ્ટ સહદેવ ગોહિલ સાથે સત્યા ટીવી વાગરા