ભરૂચમાં સંસ્કૃતિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા વિના મૂલ્યે પાણીની પરબની શરૂઆત
શ્રવણ શ્રવણ ચોકડી નજીક શરૂ કરવામાં આવ્યું ઠંડા પાણીની પરબ
અવનવા પ્રોજેક્ટ થકી ભરૂચ શહેરની જનતાના લાભદાયી થાય તેવા પ્રયત્નો
ભરૂચમાં સંસ્કૃતિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા લોકોના સુખાકારી માટે અવનવા પ્રોજેક્ટ થકી જનતાને લાભદાયી થાય તેવા પ્રયત્ન કરતા પાણીની પરબની શરૂઆત કારવામાં આવી હતી
સંસ્કૃતિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા લોકોના સુખાકારી માટે અવનવા પ્રોજેક્ટ થકી ભરૂચ શહેરની જનતાને લાભદાયી થાય તેવા પ્રયત્નો હરહંમેશ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે આજરોજ સંસ્કૃતિ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા શ્રવણ ચોકડી પાસે પાણીની પરબની શરૂઆત કરવામાં આવી હતી. ગરમીના સમય રાહદારી ઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સરળતાથી વિનામૂલ્યે ઠંડુ પાણી મળી રહે તે માટે આ પાણીની પરબ શરૂ કરવામાં આવી છે.આ પ્રસંગે ટ્રસ્ટ ના નિપા બેન ભાવસાર , શીતલ ગોસાલયા,યુનાઈટેડ હેન્ડ સીમાબેન પડ્યા અને સંસ્કૃતિ સેવા સમાન ટ્રસ્ટ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ