Satya Tv News

ભરૂચના વરેડિય નબીપુર વચ્ચે રેલ્વેના ઓવરહેડ કેબલમાં ક્ષતિ

2 ટ્રેન રદ્દ-11 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી

મોડી પડતા ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી

ભરૂચના વરેડિય નબીપુર વચ્ચે રેલ્વેના ઓવરહેડ કેબલમાં ક્ષતિ થતા 2 ટ્રેન રદ્દ-11 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડતા ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી.

ભરૂચ નજીક રેલવેમાં આજરોજ મોટી યાંત્રિક ખામી સર્જાય હતી જેના કારણે ટ્રેન વ્યવહારને વ્યાપક અસર પહોંચી હતી. વરેડિય નબીપુર વચ્ચે રેલ્વેનો ઓવરહેડ વાયર તૂટી જતા દોડધામ મચી જવા પામી હતી. યાંત્રિક ખામીના કારણે 2 ટ્રેન રદ્દ કરી દેવાની ફરજ પડી હતી તો કુલ 11 ટ્રેન નિયત સમય કરતાં મોડી પડી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા અને તાતકાલિક સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. અપ લાઇન પર સવારે 10.10 વાગ્યે રેલ વ્યવહાર પુન:કાર્યાન્વિત કરી દેવામાં આવ્યો હતો. આ બનાવના પગલે વડોદરા-ભરૂચ મેમુ અને ભરૂચ-સુરત મેમુ ટ્રેન રદ્દ કરવાની ફરજ પડી હતી. તો 11 ટ્રેન નિયત સમય કરતા મોડી પડી હતી.

બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ

error: