Satya Tv News

વાગરા તાલુકામાં ઇદુલફીત્રની શાનો સોકતથી ઉજવણી કરવામાં આવી

નાના ભૂલકાંઓ નવા કપડાં ધારણ કરી ખુશ જણાયા

મુસ્લિમ બિરાદરોએ એકબીજા ને મુબારકબાદ પાઠવી ઈદ મનાવી

રમઝાન માસ પૂર્ણ થતા ઇદુલફીત્રની ઇદ મનાવવા વાગરા તાલુકા ના મુસ્લિમ બિરાદારોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી હતી.નાના ભુલકાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.મુસ્લિમ બિરાદરોએ એકબીજા ને મુબારકબાદ પાઠવી ઈદ મનાવી હતી.

YouTube player

ઇદુલ્ફીત્ર ની ઈદ ને લઈ વાગરા તાલુકા ના મુસ્લિમ બિરાદારોમાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.વહેલી સવારે ઉઠી નવા કપડાં પહેરી ઇદુલફીત્રની નમાજ અદા કરવા મુસ્લિમ સમાજ ના લોકો મસ્જિદમાં ગયા હતા.ઇદુલફિત્ર ની નમાજ અદા કરવા સાથે આજના દિવસે મુસ્લિમ બિરાદરો એ એકબીજા સાથેની પરસ્પર દુશ્મની ભૂલી વેરઝેરની ભાવના ત્યજીને ગળે ભેટી માફી આપી હતી.સૌ એક બીજા ના ઘરે જઈ મુબારક બાદી પાઠવી હતી.ઈદ ના દિવસ ની ખાસ કરી ને નાના ભૂલકાંઓ કાગ ને ડોળે રાહ જોતા હોય છે.નાના બાળકોની નવા કપડાં પહેરવાની ધીરજ નો અંત આવ્યો હતો.રંગબેરંગી પહેરવેશમાં સજ્જ થઈ બાળકો એ ઈદ નો આનંદ માણ્યો હતો.કોલવણા ના મુસ્લિમોએ હઝરત જબ્બારશા બાવા,ગેબનશા પીર,બાલા પીર અને વીંછીયાદ સ્થિત ગાંડાબાવા ની દરગાહ પર જઈ સલાતો સલામ પઢી ધન્યતા અનુભવી હતી.ઇદુલફિત્ર ના દિને મસ્જિદોમાં અને દરગાહો ના ઉપર દેશ ના અમન માટે ખાસ દુવાઓ ગુજારવામાં આવી હતી.વાગરા સહિત વસ્તીખંડાલી, પીપલીયા,પહાજ, ખોજબલ, વોરાસમની, વિલાયત,કોલવણા,સારણ,ઓચ્છણ,ચાંચવેલ, કેશવાણ,ભેંસલી,જોલવા, કલમ, પખાજણ જેવા અનેક ગામમાં ઇદની ધામધૂમ થી મનાવવામાં આવી હતી.

જર્નાલિસ્ટ ઝફર ઘડીમલ સાથે સત્યા ટીવી વાગરા

error: