Satya Tv News

શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 12 મોં સમૂહ લગ્નોત્સવ યોજાયો

સમૂહ લગ્નોત્સવ માં કુલ 22 જેટલા જોડાઓ લગ્નગ્રંથિ માં જોડાયાં

વસાવા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા

શ્રેયસ વિદ્યાલય અવાખલ ખાતે આજરોજ શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 12 મોં સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો.જેમાં 22 યુગલો લગ્નગ્રંથિમાં જોડાયાં હતાં.

શ્રેયસ વિદ્યાલય અવાખલ ખાતે શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા 12 માં સમૂહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ સમૂહ લગ્નોત્સવ માં કુલ 22 જેટલા જોડાઓ લગ્નગ્રંથિ માં જોડાયાં હતાં. આ અવસરે પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ નિશાળીયા,મહંત અવિચળ દાસજી,મહંત મુક્તામણીનામ સાહેબ અવાખલ તથા શિનોર તાલુકા વસાવા સમાજ સંગઠન ના પ્રમુખ લલિતચંદ્ર વસાવા,ઉપ પ્રમુખ રમેશભાઈ વસાવા,તાલુકા-જિલ્લા પંચાયતના સદસ્યો તથા વસાવા સમાજ ના દરેક કાર્યોમાં અગ્રેસર રહેતાં પરેશભાઈ શિનોર,અલ્પેશ ભાઈ વસાવા,રોબીનભાઈ વસાવા સહિત વસાવા સમાજ ના આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતીઓને આશીર્વાદ આપ્યા હતાં.

શિનોર તાલુકા વસાવા સમાજ દ્વારા આયોજિત 12 માં સમૂહ લગ્નોત્સવ ને સફળ બનાવવા માટે આગ દઝાડતી ગરમી માં પણ તનતોડ મહેનત કરી,જમવાની,બેસવાની અને પાણી ની સુંદર વ્યવસ્થા કરનાર સમાજ ના આગેવાનો તેમજ યુવાનો નો શિનોર તાલુકા વસાવા સમાજ સંગઠન ના પ્રમુખ તેમજ સમગ્ર ટીમે આભાર વ્યક્ત કર્યો હતો.

વિડિઓ જર્નાલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્ય ટીવી શિનોર

error: