Satya Tv News

કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ સતત ચર્ચામાં રહીને પક્ષ પ્રત્યે પોતાની નારાજગી બતાવી રહ્યાં છે. કોંગ્રસમાઁથી પોતાના હોદ્દાને દૂર કર્યા બાદ તેઓ ભાજપ તરફ આગળ વધવાના સંકેત સતત આપી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતાગીરીથી નારાજ હાર્દિક પટેલ વધુ એકવાર ભાજપના નેતાઓ સાથે કાર્યક્રમમાં દેખાયા હતા. ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, સાંસદ રમેશ ધડુક, પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા, સાંસદ રમેશ ધડુક અને NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા એક મંચ પર જોવા મળ્યા હતા.

જામનગરમાં ભાગવત સપ્તાહ અને લોકડાયરાનો કાર્યક્રમ ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા દ્વારા આયોજિત કરાયો હતો. જેમાં કિર્તીદાન ગઢવી અને કિંજલ દવના ડાયરામાં રૂપિયાનો વરસાદ થયો હતો. જીતુ વાઘાણી, જયેશ રાદડિયા, કાંધલ જાડેજા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યારે હાર્દિક પટેલ સહિતના નેતાઓએ લોકડાયરામાં રૂપિયા ઉડાવ્યા હતા.

error: