Satya Tv News

શું તમારું બાળક સતત મોબાઈલ જોયા કરે છે અને ઈયરફોન લઈ સતત ઊંચા અવાજે ગીતો સાંભળ્યા કરે છે? તો ચેતજો કારણ કે આ તમારા કુટેવ તમારા બાળકને બહેરું બનાવી શકે છે. હાલમાં સોલા સિવિલમાં આશરે 9 કલાકમાં ત્રણથી સાડાચાર વર્ષના 7 બાળકની નિ:શુલ્ક કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી તેનું વધુ પડતું કારણ મોબાઈલનું વળગણ

મોબાઈલની આદત તમારા બાળક માટે છે ખુબ જ ઘાતક સાબિત થઈ શકે છે. દેશમાં પહેલીવાર એકસાથે 7 બાળકમાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ કરવામાં આવ્યું છે. સોલા સિવિલમાં 2 વર્ષ પૂર્વે બહેરાશના બે મહિને એક કેસ આવતા હતા જે હવે વધીને રોજના 10 કેસ થઈ ગયા છે.જન્મજાત બહેરાશવાળા કેસ પહેલા 1 આવતા હતા હવે તે પણ ખૂબ જ વધીને 4 થયા ગયા છે.બાળકો ફુલ અવાજે ઈયરફોનથી ગીતો સાંભળતા હોય છે જેથી તેમના કાનને સૌથી વધુ નુકસાન થાય છે તેથી બાળકોમાં કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરીનું પ્રમાણ વધી ગયું છે.

આપને એ પણ જણાવી દઈએ કે સોલા સિવિલમાં મંગળવારે 9 કલાકમાં ત્રણથી સાડા ચાર વર્ષના 7 બાળકની સર્જરી કરવામાં આવી છે. નિ:શુલ્ક કોક્લિયર ઈમ્પ્લાન્ટ સર્જરી થઈ હોય તેવા આ દેશનો પ્રથમ કિસ્સો છે. ગત 2 વર્ષમાં જન્મજાત બહેરાશથી માંડી અન્ય રીતે બહેરાશના પ્રમાણમાં 20 ટકાનો વધારો જોવા મળ્યો છે જેમાં મોટા ભાગે 5 વર્ષના બાળકથી લઈ 40 વર્ષના યુવક સુધીનાનો સમાવેશ થાય છે.

સમગ્ર બાબતે નિષ્ણાંત તબીબોનું કહેવું છે કે જરૂરિયાત વગર મોબાઈલ નો ઉપયોગ ન કરવો જોઈએ, ખાસ કરીને માતા પિતાએ દયાને રાખવું જોઇએ કે બાળકો સતત મોબાઈલમાં વ્યસ્ત ન રહે. સામાન્ય રીતે 90 ડેસિબલથી ઓછું વોલ્યુમ હોય તો કાનને નુકસાન થવાના ચાન્સ સાવ ઓછા છે. પરંતુ ઈયરફોનમાંથી ફેંકાતો અવાજ 90 ડેસિબલથી વધી જાય તો કાનની અંદર આવેલા ઓર્ગન ઓફ ઓટ્રીને ઘાતક નુકસાન નીવડે છે આથી બને તેટલો ઈયરફોનનો ઉપયોગ ઑછો કરવો જોઇએ અને કરો તો પણ અવાજ ધીમો રાખવો જોઈએ

error: