મે મહિનાનો બીજો રવિવાર મધર્સ ડે તરીકે મનાવાય છે, આજે એટલે કે, આઠ તારીખે મે મહિનાનો બીજો રવિવાર સમગ્ર દુનિયામાં મધર્સ ડે તરીકે ઉજવાય છે. દરેકના જીવનમાં માતાનું મહત્વ હોય છે, જેને શબ્દોમાં વર્ણવી શકાતું નથી. એવું કહેવાય છે કે, ભગવાન સૌ કોઈની સાથે રહી શકતો નથી, એટલા માટે તેણે આ દુનિયામાં માતા બનાવી. એક્ટર્સથી લઈને પ્લેયર્સ સુધી સૌ કોઈના જીવનમાં માતાનું આગવું મહત્વ હોય છે.
ખાસ કરીને ભારતીય ટીમના ખેલાડીઓ ઘણી વાર ઉલ્લેખ કરી ચુક્યા છે, ત્યારે આવા સમયે સૌ કોઈના જીવનમાં માતાનું યોગદાન દર્શાવવા માટે ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓએ ફરી એક વાર માતાના નામની જર્સી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. તે દિવસ આજે પણ ક્રિકેટની દુનિયાામં નોંધાયેલો છે. કારણ કે આવું ક્રિકેટની દુનિયામાં પહેલી અને અંતિમ વાર બન્યું હતું.