કેવડિયા ટેન્ટ સીટી 1 ખાતે ભાજપના ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠક મળી હતી જેમાં આદિવાસીઓના વિવિધ પ્રશ્નો સહિત આગામી 2022 વિધાન સભાની ચૂંટણીની તૈયારીઓ માટે પણ ખાસ ચર્ચા કરવામાં આવશે
આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 માં ભાજપ ST મોરચાની રાષ્ટ્રીય કારોબારી બેઠકનો રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ દ્વારા આ બેઠક નું દીપપ્રગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો , ભાજપના ST મોરચાની બે દિવસીય બેઠક યોજાઇ હતી સાથે ST મોરચાના આગામી કાર્યક્રમો ની ચર્ચા કરવામાં આવશે ત્યારે આજે st મોરચા ના રાષ્ટ્રીય અધ્યક્ષ સમીર ઉરાવ,રાજ્ય ના કેબિનેટ મંત્રી નરેશ પટેલ આદિજાતિ વિકાસ મંત્રી સાથે દેશ ના અલગ અલગ રાજ્ય ના st મોરચા ના અધ્યક્ષ આ બેઠક માં હાજર રહ્યા હતા જોકે આ બેઠક નો શુભારંભ થતા જ મીડિયા ને આ પોગ્રામ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે આવનારી 2022 ની વિધાનસભા ચૂંટણી માં st મોરચા દ્વારા કેવા કાર્ય કરવામાં આવશે જેની આ બેઠક માં ચર્ચા કરવામાં આવશે તેમજ દાહોદ ખાતે રાહુલ ગાંધીની આદિવાસી પટ્ટામાં સભાને લઈને ગુજરાત પ્રદેશ ST મોરચાના અધ્યક્ષે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓના ઉત્થાન માટે હંમેશા કાર્યશીલ રહી છે, આવનારી 2022ની વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની 27 ST વિધાનસભા બેઠકમાં ભાજપની જીત પાક્કી છે, રાહુલ ગાંધી આવે કે AAP, BTP નું ગઢબંધન થાય ભાજપને કોઈ ફરક પડવાનો નથી, જીત પાક્કી છે ગુજરાત પ્રદેશ ST મોરચાના અધ્યક્ષ,નરેશભાઈ પટેલકેબિનેટ મંત્રી આદિજાતિનિમિષાબહેન સુથારમંત્રી ઉપસ્થિત રહ્યા હતા
વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ, સત્યા ટીવી રાજપીપલા