ભરૂચ જિલ્લાના બે અલગ અલગ સ્થળેથી બે વાહનોની ચોરી
ભરૂચના સ્વામિનારાયણ મંદિરેથી એક્ટિવાની ચોરી
ભરૂચ સી ડિવિઝન અને ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ઝઘડિયાના મુલદ ગામેથી બાઈક ચોરી થતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ જિલ્લાના અલગ સ્થળોએથી બે વાહનોની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા હોવાની ઘટનાઓ સામે આવી છે.જેમાં ભરૂચ સ્વામી નારાયણ મંદિરેથી એક્ટિવાની ચોરી તો ઝઘડિયાના મુલદ ગામેથી બાઈકની ઉઠાંતરી થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ જિલ્લાના અલગ સ્થળોએથી બે વાહનોની ચોરી કરી વાહન ચોરો ફરાર થયા હોવાની ઘટનાઓ સામે આવી છે. વાહન ચોરીની એક ઘટનામાં ભરૂચના નારાયણ નગર-2માં રહેતા ધર્મેન્દ્ર ધનજી પરમાર એક્ટિવા અને બાઈક નંબર-જી.જે.16.સી.એ.0362 લઇ પત્ની-પુત્રી અને પુત્ર સાથે ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલા સ્વામી નારાયણ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. તે દરમિયાન મંદિરના પાર્કિંગમાં એક્ટિવા અને બાઈક પાર્ક કર્યું હતું. તે સમયે વાહન ચોરોએ ત્રાટકી તેમની 25 હજારની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બાઈક ચોરી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વાહન ચોરીના અન્ય એક બનાવમાં ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામના નિશાળ ફળિયામાં રહેતા રોશન ધનસુખ પાટણવાડિયાએ પોતાની બાઈક નંબર-જી.જે.16.સી.એલ.8010 પોતાના મુલદ ગામના પંચાયત ફળિયામાં રહેતા મિત્ર વિજય વસાવાના ઘરના આંગણામાં પાર્ક કરી હતી. તે દરમિયાન વાહન ચોરો ત્રાટકી તેમની રૂ. 25 હજારની કિંમતની બાઈકની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બાઈક ચોરી અંગે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી અંકલેશ્વર