Satya Tv News

હનુમાનગઢમાં એક સ્થાનિક નેતા પર જીવલેણ હુમલા બાદ આખા સંગઠનના લોકો ઉશ્કેરાઈ ગયા છે અને વિરોધ કરવા માટે રોડ બ્લૉક કરી દેવામાં આવ્યો હતો. હાલમાં તે નેતાને બિકાનેરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને શહેરમાં પણ પરિસ્થિતિ હવે નિયંત્રણમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સ્થાનિકોએ કહ્યું કે નોહરમાં એક મહિલા અને એક વ્યક્તિએ તે નેતાને કહ્યું હતું કે કેટલાક યુવકો મંદિરની સામે બેસીને ઘણીવાર છેડતી કરે છે. આ અંગે તેઓ જ્યારે યુવકોની પૂછપરછ કરવા આવ્યા ત્યારે જ મારામારી શરૂ થઈ અને શખ્સને લોખંડ સળિયા વડે મારતા ગંભીર ઈજાઑ થઈ હતી.

ઘટના બાદ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ નોહર રાવતસર રોડ બ્લોક કરી દીધો હતો. રોષે ભરાયેલા લોકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, વહીવટીતંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું.હનુમાનગઢના જિલ્લા કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને પરિસ્થિતિને સંભાળી.

લોકોએ માંગ કરી છે કે જે પણ આરોપી છે તેની તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે. સમગ્ર કેસમાં પોલીસે પણ તાત્કાલિક અસરથી 2 લોકોને રાઉન્ડઅપ કરી બાકીની શોધખોળ શરૂ કરી હતી.

error: