Satya Tv News

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતમાં હિટવેવ અનુભવાશે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ગરમીનો પારો વધુમાં વધુ 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. જણાવી દઇએ કે, બુધવારે અમદાવાદમાં 47 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

એ સિવાય અમદાવાદ,ગાંધીનગર,બનાસકાંઠા અને સાબરકાંઠામાં હિટવેવ રહેશે તો પાટણ અને મહેસાણામાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. બીજી બાજુ સૌરાષ્ટ્ર-કચ્છમાં એમાંય ખાસ કરીને સુરેન્દ્રનગરમાં પણ વિશેષ ગરમી વર્તાશે.

તમને જણાવી દઇએ કે, હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. આજે રાજ્યમાં તાપમાન 45 ડિગ્રી સુધી રહી શકે છે. બે દિવસ સુધી તાપમાન 45 ડિગ્રી રહેશે તેવી આગાહી કરાઇ છે. કેટલાંક વિસ્તારમાં રેડ એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે.

સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. રાજ્યમાં બે દિવસ માટે હિટવેવની આગાહી કરાઈ છે. ઉત્તરી પશ્ચિમી પવનના કારણે તાપમાનમાં વધારો થશે. રાજ્યના કચ્છ, રાજકોટ અને ભાવનગરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં 45.8 અને સુરેન્દ્રનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાઇ ચૂક્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં કેટલાંક વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બે દિવસ બાદ દક્ષિણી પવન ફૂંકાવવાનું શરુ થશે. આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, ગરમીના પારામાં બે ડિગ્રીનો ઘટાડો આવી શકે છે. હાલમાં સાઈક્લોનની કોઈ જ અસર નથી જોવા મળી રહી. જો કે પવનની દિશાના કારણે તાપમાનમાં ઉતાર-ચઢાવ આવતું રહેશે.

error: