પંજાબ કોંગ્રેસમાંથી એક માઠા સમાચાર આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સુનીલ જાખડે પાર્ટીને મોટો ઝટકો આપ્યો છે. સમાચાર આવી રહ્યા છે કે, તેમણે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું છે. આપને જણાવી દઈએ કે, પંજાબ કોંગ્રેસના નેતા સુનીલ જાખડે આજે ફેસબુક પર લાઈવ થઈને પોતાની મન કી વાત કરી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપવાની પણ જાહેરાત કરી હતી.
તેમણે ફેસબુક દ્વારા પોતાની મનની વાત રાખતા કોંગ્રેસને ઘણુ બધું સંભળાવી દીધું હતું. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વ પર જોરદાર પ્રહારો કર્યા હતા. આપને જણાવી દઈએ કે, હાલમાં જ કોંગ્રેસે સુનીલ જાખડ પર અનુશાસનિક કાર્યવાહી કરતા તેમને પદ પરથી હટાવી દીધા હતા.