Satya Tv News

જિલ્લાના એક માત્ર100 વર્ષ જૂની રાજપીપળા સિવિલ હોસ્પિટલની સેવા સુવિધાઓના નામે મીંડું

અહો વૈચિત્ર્યમ! સિવિલ સર્જન ખુદ કહે છે પથારી માટે હોસ્પિટલમા પૂરતી જગ્યા જ નથી!?

છત પરથી પોપડા ખરે છે પડું પડું છત ક્યારે તૂટી પડે એની કોઈ ગેરંટી નથી?રાત્રે મને ઊંઘ નથી આવતી?

દોઢ વર્ષથી સીટી સ્કેન મંજુર થવા છતાં સિવિલમા સીટીસ્કેન આવતું કેમ નથી?

સિવિલમા યોગ્ય સારવાર સુવિધાના અભાવે ગંભીર ઈજાગ્રસ્તો,સિરિયસ કેસોને વડોદરા રીફર કરવાનો સીલ સીલો

પૂરતી સુવિધા ન મળવાના કારણે દર મહિને 70થી 80દર્દીઓ મોતને ભેટે છે!વર્ષે દહાડે 900થી 1000 દર્દીઓ મૃત્યુ પામે છે?

સીટી સ્કેન, વેન્ટિલેટર એમઆરઆઈની સુવિધા નથી!?

નર્મદા જિલ્લાના વડા મથક એક માત્ર રાજપીપલા ખાતે 100 વર્ષ જૂની રાજપીપળા સિવિલ હોસ્પિટલ આવેલી છે. જે સતત ની સેવા સુવિધાઓના નામે પીડાતી સિવિલ હોસ્પિટલ ખૂદ બીમાર છે. દર વર્ષે જર્જરિત હોસ્પિટલની છતના પોપડા, સ્લેબ ખરીને તૂટી પડે છે.
નર્મદાના ગરીબ આદિવાસી દર્દીઓ ભગવાન ભરોશે છોડી દેવામાં આવ્યા છે. કારણકે આ હોસ્પિટલમા નથી પૂરતી જગ્યા કે નથી જરૂરી પૂરતી સુવિધાઓ કે સારવાર.

આ સિવિલ હોસ્પિટલમા યોગ્ય સારવાર સુવિધાના અભાવે ગંભીર ઈજાગ્રસ્તો,સિરિયસ કેસોને વડોદરા રીફર કરવાનો સીલ સીલો વર્ષોથી ચાલી રહ્યો છે.
પૂરતી સુવિધા ન મળવાના કારણે દર મહિને 70થી 80દર્દીઓ મોતને ભેટે છે!વર્ષે દહાડે 900થી 1000 દર્દીઓ મૃત્યુ પામે છેએ દુઃખદ કહેવાય.

આ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ જ્યોતિબેન ગુપ્તા ખુદ કહે છે કે ખુદ કહે છે પથારી માટે હોસ્પિટલમા પૂરતી જગ્યા જ નથી!?જગ્યા ન હોય તો નવા મશીન આવે તો ક્યા મુકવા એ પ્રશ્ન છે.છત પરથી પોપડા ખરે છે પડું પડું છત ક્યારે તૂટી પડે એની કોઈ ગેરંટી નથી?રાત્રે મને ઊંઘ નથી આવતી?વરસાદ પડે ત્યારે મને ધકધક થાય છે.

દોઢ વર્ષથી સીટી સ્કેન મંજુર થવા છતાં સિવિલમાઆજદિન સુધી સીટીસ્કેન મશીન આવ્યું નથી. વારંવાર રજુઆત કરી છે છતાં ગાંધીનગર વાળા કોઈ જવાબ આપતા નથીઆ હોસ્પિટલમા ડોક્ટર માટે મીટીંગ કરી શકાય એવોહોલ કે ડોક્ટર્સ માટે રેસ્ટરૂમપણ નથી.આવી અનેક અપૂરતી સુવિધાઓના અભાવે સિવિલ હોસ્પિટલ ખુદ બીમાર પડ્યું છે પણ એનો ઈલાજ કોઈ કરતું નથી. નવું હોસ્પિટલ બની ગઈ છે. ટૂંક સમયમાં ચાલુ કરાશે. એવુ ગાણુ એક વર્ષથી સત્તાધીશો ગાઈ રહ્યા છે પણ ક્યારે કાર્યરત થશે એ પણ કોઈને ખબર નથી.એ જયારે શરૂ થાય ત્યારની વાત ત્યારે.પણ આ હોસ્પીટલમા દર્દીઓને આમજ મરવા દેવાના? એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરે છે રાજપીપલા સિવિલ હોસ્પિટલના ખસ્તા હાલ સુધારવા સમય કેમ મળતો નથી?

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં હિમાંશુ ભાઈ કાછીયા પટેલ જેમનું ગામકુવા પાસે એકસીડન્ટ થયેલું હતું એમને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ તેમજ નાકમાંથી મોઢામાંથી અને કાનમાંથી લોહી નીકળતું હતુ. સીટી સ્કેન.એમ આર આઇ. વેન્ટિલેટર કે પછી પૂરતી ટ્રીટમેન્ટ આપે એવા ડોક્ટરની કોઈપણ સુવિધાઓ ઉપલબ્ધ નહોતી અને ડેડીયાપાડા પેશન્ટ ને ઓક્સિજનની તકલીફ હોવાથી તેમણે દર્દીઓના સગા સંબંધીઓ રાજપીપલા લાવ્યા જેમનું ઓક્સિજન લેવલ ઘટી ગયું. ત્યારે એ પેશન્ટને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન હોવાના કારણે તાત્કાલિક ધોરણે બરોડા ખાતે રિફર કર્યા કરવાની ફરજ પડી હતી.

બીજા રાયકા ગામના દર્દીનો અકસ્માત થયો હતો. જેમને માથાના ભાગે મોઢામાં નાકમાં અને હાથમાં પાંચ-સાત ટાંકા આવેલા હતા અને ખૂબ જ ગંભીર ઇજાઓ થયેલ. તેમ છતાં એમને ૨૪ કલાક દરમિયાન ફક્ત એક જ બોટલ અને ત્રણ ઇન્જેકશન આપવામાં આવ્યા હતા.ત્યારે એમણે રજા લઇ અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી.

આજે નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા અધિકારીઓ,મંત્રીઓ અને પ્રવાસીઓ લાખોની સંખ્યામાં આવતાહોય છે.આમા પ્રવાસીઓને કે કોઈ અધિકારીne એટેક આવે અથવા કોઈક દુર્ઘટના સર્જાયતો તેવી પરિસ્થિતિમા જિલ્લાની એકમાત્ર સરકારી સિવિલ હોસ્પિટલમા લાવે. તો સારવાર અને યોગ્ય સુવિધા ન મળે તો એ પ્રવાસી દર્દીની શી હાલત થાય?

સરકારે વિના વિલંબે આ બીમાર હોસ્પિટલનો ઈલાજ કરાવે એવી આમજનતાની માંગ છે.

વિડીયો જર્નાલિસ્ટ :દીપક જગતાપ,સત્યા ટીવી રાજપીપલા

error: