Satya Tv News

વાગરા પોલીસે એક ની મુદ્દામાલ સાથે અટકાયત કરી; એક વોન્ટેડ

અંકલેશ્વર ના જીતાલી ગામની સોસાયટી માંથી મુદ્દામાલ સાથે આરોપી ઝડપાયોવાગરા,તા.૧૫સાયખાં કેમિકલ ઝોન માં આવેલ એક કંપની માં પોણા બે લાખ ની ચોરી થવા પામી હતી.આ અંગે વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ગણતરી ના કલાકો માં પોલીસે મુદ્દામાલ સહિત એક ની અટકાયત કરી હતી.જ્યારે એક આરોપી ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

વાગરા તાલુકા ના સાયખાં કેમિકલ ઝોન માં આવેલ ભાવિન ઇન્ટરમીડિયટ પ્રાઇવેટ લી. કંપની ના કમ્પાઉન્ડમાંથી એસ.એસ સ્ટરલ ના ૧૦ પાંખીયા કિંમત રૂપિયા ૧,૭૫૦૦૦/- ની ચોરી થવા પામી હતી.જે અંગે વાગરા પોલીસ મથકે બે દિવસ પહેલા ચોરી ની ફરિયાદ નોંધાઇ હતી.સાયખાં GIDC માં આવેલ કંપની માં ચોરી થતા વાગરા પોલીસ શર્તક બની હતી.વાગરા પોલીસ સબ ઇન્સ્પેકટર વી.એ.રાણા અને તેમની ટીમો ચોરી નો ભેદ ઉકેલવા તરફ કામે લાગી હતી.એ દરમિયાન આ.પો.કો. શેતાનસિંહ અને આ.હે.કો ભોપાભાઈ ને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ચોક્કસ બાતમી ને આધારે આરોપી ના મકાન ની બાજુમાં આવેલ ઝાડીમાંથી સંતાડેલ એસ.એસ. સ્ટરલ ના પાંખીયા નંગ દશ ના મુદ્દામાલ સાથે આરોપી ને પકડી પાડવામાં આવ્યો હતો.આરોપી ભેરુલાલ માંગીલાલ ગુર્જર ઉ.વ. ૨૬,પ્લોટ નં. ૪૩૯ આલીશાન સીટી સોસાયટી ,જીતાલી, તા.અંકલેશ્વર મૂળ રહે રૂપપુરા,જ્ઞાનગઢ તા. માંડલ,જી. ભીલવાડા-રાજેસ્થાન ને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે અન્ય આરોપી સુરેન્દ્રર રાજદેવ યાદવ રહે રાજપીપલા રોડ, શાંતિનગર,તા.અંકલેશ્વર ને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.વાગરા પોલીસે ગણતરી ના કલાકો માં પોણા બે લાખ ની ચોરી નો ભેદ ઉકેળતા ચોરતાઓ માં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા

error: