કરાચી પોલીસનું કહેવું છે કે બ્લાસ્ટ માટે ઈમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ (IED)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ પીકઅપ અને અન્ય કેટલાક વાહનોને નુકસાન થયું હતું. આસપાસના વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી.
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ હુમલાની નિંદા કરી છે. તેમણે આ ઘટનામાં સંડોવાયેલા લોકોને તાત્કાલિક પકડવા સૂચના આપી હતી. તેમણે કહ્યું કે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેણે સિંધ સરકારને મદદ કરવાની પણ વાત કરી છે. અહીં સિંધના મુખ્યમંત્રી મુરાદ અલી શાહે તમામ ઘાયલોને સારી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે સિંધના આઈજીપી મુશ્તાક અહેમદ મહાર પાસેથી વિગતવાર રિપોર્ટ માંગવામાં આવ્યો છે.